મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં ગાભુ ગામમાં પેહલા પણ ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવવાની વિગતો મળી છે. આવીજ રીતે ગઈકાલે એટલે કે 13 સપ્ટેમ્બર ના રોજ ગાભુ ગામમાં કૂવાના ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી, જેમાં ભગવાન બૌદ્ધની સફેદ અને કાળા આરસની મૂર્તિઓ મળી આવતાં ગામલોકો જોવા માટે ઊમટી પડ્યા હતા.ગાભું ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ઠાકોર નામનાં વ્યક્તિ ના ઘર પાસે કૂવા નું ખોદકામ ચાલુ હતું. એ દરમિયાન 10 ફૂટ ઊંડો ખાડો ખોદાયા બાદ તેમાંથી આરસની બૌદ્ધની મૂર્તિઓ જોવા મળતાં ગામજનો એ સરપંચને જાણ કરી હતી. ત્યાર બાદ સરપંચ કૂવાની કામગીરી બંધ કરાવી તંત્રને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. બાદમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે જેસીબીની મદદથી મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી.જીસીબીની મદદથી ખોદકામ દરમિયાન નીકળેલી મૂર્તિઓ બહાર કાઢતાં જોવા મળ્યું હતું કે સફેદ અને કાળા આરસની ખંડિત થયેલી મૂર્તિઓ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે ગામના લોકોનાં ટોળેટોળાં મૂર્તિઓ જોવા ઊમટી પડ્યાં હતાં

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं