રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે આ વર્ષને ગુજરાતમાં ચૂંટણીનો વર્ષે તરીકે ઓળખવામાં આવી રહ્યો છે જેને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ એકશનમોડમાં જોવા મળી રહી છે.આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટીને આગમનથી આ વખતની ચૂંટણી ખૂબ રસપ્રદ અને રોંમાચક થવા જઇ રહી છે જેને લઇ કોંગ્રેસ એકશનમોડમાં જોવા મળી રહ્યા છે કેન્દ્રીય સ્થાનેથી એક બાદ એક નેતાઓ ગુજરાતમાં ધામા નાંખી રહ્યા છે દરેક સમાજ રિઝવવા બેઠકો, સંમેલનનો, કરવામાં આવી રહ્યા છે જેને લઇ આજે કોંગ્રેસ દ્રારા ઓ બી સી, અને માઇનોરિટી વિભાગની બેઠક મળી હતી

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રદેશ પ્રભારી રઘુશર્માન અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં ઓ બીસી અને માઇનોરિટી સમાજ અંગે બેઠકમાં ચર્ચા કરાશે તેમજ કોંગ્રેસથી વિમુખ થયેલા ઓ બી સી સમાજને પોતાના તરફેણ કરવા અને લઘુમતી સમાજ જે કોંગ્રેસની વોટબેન્ક છે પરંતુ આ વખતે AIMIM પાર્ટીના આગમનથી મોતનું ધ્રુવીકરણ ભય કોંગ્રેસને સતાવી રહ્યો છે જેને લઇ બંને સમાજના આગેવાનો સાથે બેઠકો થઇ હતી
તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ હવે કોંગ્રેસ રસ્તાઓ પર ઉતરી આક્રમક વિરોધ નોંધાવી રહી છે રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના 2 ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરશે.

બીજી તરફ સત્તાપક્ષ ભાજપ દ્રારા ચૂંટણીને જોતા સદસ્યતા અભિયાન સમ્રગ રાજ્યભરમાં ચલાવમાં આવી રહ્યા છે લોકોને રિઝવવા ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપી રહ્યા છે
ગુજરાતના રાજકરણમાં ત્રીજા વિકલ્પ તરીકે આવેલી આમ આદમી પાર્ટી પોતાના પગપેસારો કરી રહી છે અને ચૂંટણી પહેલા 300 યુનિટ મફત વીજળી આપવાની ગેરંટી આમ આદમી પાર્ટીએ આપી દીધી છે