સંકલ્પ સંસ્થા પાટણદ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વેક્સિનેશન-કેમ્પ સંકલ્પ સંસ્થા પાટણ દ્વારા આજરોજ જોગીવાડા, અંબાજી માતા ના મંદિર પાસે પ્રથમ, બીજો અને બુસ્ટર ડોઝ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોગીવાડા તેમજ આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રસીકરણ માટે હાજર રહ્યા હતા. 

આ કેમ્પમાં કુલ ૯૦ લોકો એ વેક્સિન ના ડોઝ લીધા હતા. આ કેમ્પ માં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પાટણ શહેર ભાજપ ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, સંકલ્પ સંસ્થાના પ્રમુખ અને કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, રમેશભાઈ પટેલ, મુકેશભાઈ પ્રજાપતિ, નરેશભાઈ મકવાણા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ