જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે આવેલ હનુમાનજી નું 750 વર્ષ પુરાણીક મંદિર આવેલું છે અને આ મંદિર સાથે અનેક દંત કથાઓ જોડાયેલી છે આ મંદિરની બાજુમાં એક શ્રદ્ધાના શ્રીફળનો અદભુત પહાડ પણ જોવા મળી રહ્યો છે અને આ પુરાણીક મંદિરે શ્રીફળ રડતા મૂકવાની શ્રદ્ધા લોકોની જોડાયેલી છે કેમ આ મંદિરે શ્રીફળનો અદભુત પહાડ છે તેમજ આ હનુમાનજીની સાથે કઈ દંત કથાઓ જોડાયેલી છે તે જાણીએ.બનાસકાંઠા જિલ્લામાં અનેક પુરાણિક મંદિરો આવેલા છે. અને અનેક મંદિરો સાથે દંતકથાઓ પણ જોડાયેલી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે સાડા સાતસો વર્ષ પુરાણીક હનુમાન દાદા નું મંદિર આવેલું છે. આ હનુમાનજીની સાથે કઈ દંતકથાઓ જોડાયેલી છે.તેમજ શ્રીફળનો કેમ પહાડ બનાવ્યો છે. તે જોઈએ પવન અને અંજનીના પુત્ર એવા હનુમાનજીના મંદિરો અને સ્થાન એ ભારતભરમાં આવેલ છે.પરંતુ મોટાભાગની જગ્યાએ શ્રદ્ધાળુઓએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરેલા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામમાં હનુમાનજીની શીલા નો એટલે કે મૂર્તિ નો ઇતિહાસ આશરે 750 વર્ષ પહેલા ના જમાનામાં અંગેની લૈકીકદંત કથાઓ મુજબ છે.જેમાં લોકો જણાવી રહ્યા છે.કે થરાદ તાલુકાના આસોદર ગામે વર્ષો પહેલા સાધુ મહાત્માઓ રહેતા હતા. અને તેમનો નિત્ય કર્મ શંકર ભગવાનની પૂજા અર્ચના કરવી રામ સ્મરણ કરી મહાન તપ કરતાં હતા.તેવા એક મહાન તપસ્વી એવા પરમ પૂજ્ય શંભુગીરીજી મહારાજ લાખણીના ગેળા ગામે આવેલ.અને રાતવાસો કરેલ ત્યારે તેવા સમયે દીઘારી બ્રાહ્મણો ગામમાં રહેતા હતા. ત્યારે એક બ્રાહ્મણ ગાયને બાંધવા ખીલો આપવા માટે ખોદકામ કરતા હતો.ત્યારે ખોદકામ કરતી વખતે એક શીલા દેખાઇ એટલે તેની જાણ ગામ લોકોને કરતા ધર્મપ્રેમી લોકોએ તેને કોઈ ભગવાનની મૂર્તિનો અવતાર ગણી ગામના આગેવાનોને કહ્યું.
આ મૂર્તિ એવી ચમત્કારી છે.કે ગામમાં કોઈપણ રોગચાળો આવે તો ગામના આગેવાનો પાંચ જણા ભેગા થઈને છોટણા નાખશે તો કોઈપણ રોગચાળો મટી જશે. તમારી ગામ લોકોની રક્ષા કરશે.તથા પરચા આપશે.અને કોઈ મુસીબતમાં હોય તો યાદ કરજો તમારી પડખે આવી જશે. તમારું ધારેલું ફાળીફૂલ થશે. અને ગેળા ગામનું નામ આખા દેશમાં પ્રખ્યાત થશે તેમ કહી પરમ પૂજ્ય શંભુગીરી બાપજીએ શ્રીફળ અને તેલ સિંદૂર ચઢાવ્યું. અને ગામ લોકોને કહેવામાં આવ્યું કે આ હનુમાનની પૂજા કરજો તમારું કામ કરશે અને બારે મહિને દીવાસાના દિવસે ગામ લોકો ભેગા થઈ સૌલોકો હનુમાનજીને ચુરમું કરજો તો કોઈ પણ સંકટ આવશે તે ટાળી દેશે. અને શ્રીફળ રડતું મૂકેલું કે તોરણનું શ્રીફળ કોઈ ખાસો નહીં નહિતર એકના બદલે બે શ્રીફળ મુકવા પડશે. અને 12 ગામની બાઈ રોઈ ગર્ભવતી આવે તો તેને બાળક જન્મ્યા પછી હનુમાનજીને વડા (ગોટા) કરવા પડશે. આ વડા (ગોટા) ગામની બહાર લઈ જઈ શકાશે નહીં. અને શ્રીફળ પ્રસાદી કે અન્ય પ્રસાદ લઈ જઈ શકાશેત્યારે તેવામાં ગેળા ગામમાં આવીને સિંધ લોકો પડાવ નાખી રહેતા હતા. અને આ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેમના છાપરે લઈ જઈ કપડાં ધોવા કામ આવશે તેવું કહી આ સિંધ લોકો ખોદકામ શરૂ કર્યું પરંતુ શીલા નો અંત ન આવ્યો. એટલા માટે જુના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડા થી બાંધી શીલા ને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.પરંતુ ઝેરના પારખા ના હોય જેથી તરતજ તેમના પાડાઓ મરી ગયા. અને તેમના પડાવમાં ઝુપડામાં અચાનક આગ લાગતા તેમને ખ્યાલ આવ્યો કે આ મૂર્તિ સામાન્ય પથ્થર નથી આ તો કોઈ ચમત્કારી ભગવાનની મૂર્તિ છે.પછી સામે ચાલીને શરણે પડી માફી માંગી અને શ્રીફળો ચડાવી ખૂબ ખૂબ નમસ્કાર કરેલ ત્યાર પછી આજે પણ બલોચ સિંધી પરિવાર હનુમાનને માને છે.અને દાદાને શ્રીફળ ચડાવે છે.
તેવા સમયે થરાદ તાલુકાના આસોદર જગ્યાના પરમ પૂજ્ય શંભુગીરી બાપજીના ચેલા પરમ પૂજ્ય હરદેવપુરી મહારાજ ગેળા ગામે આવેલ અને હનુમાનજીને દર્શન કરીને ગામના પટેલના ઘરે જઈને વિશ્રામ કર્યો. પછી સવારના કહ્યું કે ગામવાસીઓને હનુમાનજીના મંદિરે બોલાવો ત્યારે ગામવાસીઓ આવી બાપુને પ્રણામ કરીને બાપજી ને પૂછ્યું કે આપને અમારું કામ પડ્યું તો બાપજી બોલ્યા આ હનુમાનના મંદિરે શ્રીફળ રડતા મુકેલા છે. તે વધેરી નાખો અને બાળકોને તથા ગામવાસીઓને બોલાવી એમને આ શ્રીફળોની પ્રસાદી ખાવા માટે આપીદો તેમ કહીને હરદેવપુરી બાપજી ગામમાં આગેવાન એવા અખાજી પટેલના ઘરે ગયા અને ત્યાં રાત વાસો કર્યો. ત્યારે અડધી રાત્રે બાપજી ને ભયંકર પેટમાં દુખાવો થવા માંડ્યો પ્રાથમિક સારવાર કરવા છતાં સારું ન થતા તેમણે તુરંત ધ્યાન લગાવી જોયું ત્યારે ખબર પડી કે હનુમાનદાદાનો પ્રકોપ છે. માટે સવારે હનુમાન દાદા ના મંદિરે જઈ ને તેમણે શ્રીફળોનું તોરણ અર્પણ કરી સમાં માંગી અને ને કીધું કે હવે તમે શ્રીફળનો પહાડ કરજો અને પછી તો ક્રોધે ભરાયેલી કહ્યું કે લંગડા તે મારો ટાળો ન કર્યો હવે અહીં તું શ્રીફળનો ભાખર કરજે તેમ કહી એક શ્રીફળ વધેર્યું અને હનુમાનને નમસ્કાર કરી શમા માંગી મઢે આવી ગામ લોકોને બોલાવીને કહ્યું કે જો કોઈ દાદાના શ્રીફળ રડતા નાખો છો તો એકના બદલે બે મુકવા પડશે જય શ્રીફળ રડતા મૂકો છો તે વધેરવા નહીં હવે તો આવનારા માણસ હનુમાન દાદાની મૂર્તિ ક્યાં છે તે જોતા નથી અને શ્રીફળનો ભાખર જોયા કરે છે અને અમુક લોકોને દાદા ક્યાં છે તે પણ ખબર નથી શ્રીફળના ભાખરને જ જોવે છે નમે છે.
અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓએ કરોડો શ્રીફળ દાદા ને અર્પણ કર્યા છે બસ મોટો શ્રીફળનો પહાડ ખડો થયો છે પરંતુ ચમત્કાર એ છે કે આટલી મોટી સંખ્યામાં વર્ષોથી પડેલા શ્રીફળોમાં દુર્ગંધ મારતી નથી શ્રીફળ પહાડમાં બિરાજમાન હનુમાનજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે. તેમજ પગપાળા ચાલીને પણ દૂર દૂરથી આવી રહ્યા છે.અમુક વર્ષ પહેલાં અહીંથી બીએસએફ કમાન્ડના ઓફિસરો વિમાન હવાઈ માર્ગે જઈ રહ્યા હતા. ત્યારે તેઓને તેમના દૂરબીનમાં આ નારિયેળનો ઢગલો દેખાતા આ લોકેશન બનાસકાંઠા જિલ્લામાં ડીસા થરાદ તાલુકા વચ્ચે લોકેશન મળતા આ બીએસએફ ઓફિસરો તેમના કેમ્પ ઉપર જઈને તુંરતજ આ શ્રીફળ નો ભાખર જોવા ગુજરાત આવીને અમદાવાદથી પાલનપુર આવીને ત્યાંથી સરનામા મેળવીને ડીસા થી ગેળા આવેલ અને શ્રીફળો ચડાવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. અને ગામ લોકોને જણાવેલ કે અમો અહીંથી હવાઈ માર્ગે નીકળતા હતા.
અને દૂરબીનમાં મોટો શ્રીફળનો પહાડ દેખાતા અમો ચોકી ઉઠ્યા હતા.હાલમાં મંદિરમાં પુજારી શ્રી ખોળપુરી ગોવિંદપુરી બાપજી ગોસ્વામી સેવા આપે છે.તેમણે જણાવ્યું હતું કે.હમણાંની હયાત એટલે કે લગભગ 10 વર્ષ આજુબાજુની ઘટના ગેળા ગામમાંથી એક સામાન્ય પરિવારનું ટ્રેક્ટર ચોરાઈ ગયું બહુ શોધખોળ કરવા છતાં ટ્રેક્ટર મળ્યું નહીં પછી બધા ગામ લોકો ભેગા મળી દાદાને અરજ પ્રાર્થના કરી અને સ્મરણ કર્યું 24 કલાકમાં સમાચાર મળ્યા કે તમારું ટ્રેક્ટર ધોરીમન્નાની આજુબાજુ મળ્યું છે.આવા તો હજારો દાખલા છે.તેવું જણાવ્યું હતું.તેમજ આ મંદિરના નીતિ નિયમમાં દરરોજ સવાર સાંજ ટાઈમ સર આરતી થાય છે મંદિરમાં સિંદૂર ની વ્યવસ્થા કરેલ છે.કોઈએ બહારથી સિંદુર લાવવું પડતું નથી. તેમજ સિંદુરના પૈસા તમારી યથાશક્તિ પ્રમાણે દાન પેટીમાં દાન કરવું મંદિરમાં પ્લાસ્ટિક ઝબલા પર અને અગરબત્તી પર પ્રતિબંધ છે. અગરબત્તીની જગ્યાએ ગુગલ ધૂપ અથવા દેશી ગાયના ઘીનો દીવો લઈને આવવું તેવુ જણાવ્યું હતું