અગગર ગામની પરિણીત મહિલાએ સાસુ સસરાના ત્રાસથી ઝેરી દવા પીધી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તિલકવાડા તાલુકાના અગર ગામે સાસુ-સસરા ગાળા ગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા 21 વર્ષીય પરિણીત મહિલાએ કાંતરી ને ઝેરી દવા પી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મળતી માહિતી અનુસાર આ કામના 21 વર્ષીય મહિલા ફિરોઝાબેન સાજીદભાઈ શેખ ના અગર ગામે લગ્ન થયા હતા અને હાલ સાતેક મહિના પહેલા ઘરનાં કામકાજ બાબતે મહિલાના સાસુ-સસરા માનસિક તથા શારીરિક ત્રાસ આપીને મારી હોવાની ઘટના બની હતી ત્યાર બાદ ગત તારીખ 12/099/2022 ના રોજ આ કામના ફરિયાદી ફિરોજાબેનના નાની બીમાર હોવાથી ફિરોઝાબેન ને મળવા માગતા હોય જેથી ફિરોજબેન ના મામા ફરિયાદીને અગર ગામ એ લેવા માટે આવતા ફરિયાદીના સાસુ-સસરાએ જણાવેલ કે નાના છોકરાને લઈને જાય છે છોકરાને કંઈ થશે તો તેની જવાબદારી કોની તું લખાણ આપીને ચાર પાંચ માણસો ને લઈને આવજો તો મોકલી આપીશુ તેને રાખવાની નથી તને છુટી કરવાની છે તેમ કહીને ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદીને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા ફરિયાદીએ કંટાળીને પોતાના ઘરમાં પડેલી ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી જેથી તેઓને ડભોઇ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને હાલ મહિલા દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસે થતા તિલકવાડા પોલીસે મહિલાના સાસુ સસરા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે