અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી દ્વારા રી-પાસીંગ અને પાસીંગ (CFRA)ના કેમ્પનું આયોજન તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી સાવરકુંડલા રેસ્ટ હાઉસ ખાતે થશે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી