જિલ્લા ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના ઓવીયાણ ગામેથી વિદેશી દારૂના જથ્થા સહિત ₹.22.63 લાખની કિંમતના મુદ્દામાલ સાથે એકની અટક કરી હતી.જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમને ચોક્કસ મળેલી બાતમી અનુસાર પલસાણા તાલુકાના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગરો ઈશ્વર રમેશભાઈ વાંસફોડીયા તથા પ્રકાશ રમેશભાઈ વાંસફોડિયા દ્વારા ઓવીયાણ ગામની સીમમાં નહેરના રસ્તા પાસે એક આઇસર ટેમ્પો જેનો નંબર MH04KU- 1619મા વિદેશી દારૂનો જથ્થો ભરીને તેમના સાગરીતો જથ્થો અન્ય સ્થળે સગે વગે કરી રહ્યા હતા.ત્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી.પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટેમ્પા સહિત વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ₹. 22.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સ્થળ પરથી અંત્રોલી ભૂરી ફળિયા ખાતે રહેતા દિનેશ કાળુભાઈ પરમારની અટક કરી (1)પ્રવીણ વાંસફોડિયા (2) પ્રકાશ વાંસફોડિયા (3) ભયલો વાંસફોડિયા(4) વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈશ્વર વાંસફોડિયા (5) રાહુલ જ્યોતિ સહાની સહિત પાંચને ફરાર જાહેર કર્યા હતા.