પાલીતાણા તાલુકા સોનપરી ગામ પાસે આવેલ ખારો ડેમ ઉપરવાસમાં સતત 3 દિવસથી પડતાં વરસાદના કારણે પાણી ની આવકમાં સતત વધારો થતાં ખારો ડેમ ઓવરફ્લો થયો હતો , ડેમ ઓવર ફલો થતા બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી , ડેમના બે દરવાજા ખોલાતા તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તાર ના ગામડાંઓ ને સાવચેત રહેવા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.