ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પાલી ગ્રામપંચાયત સેવાલીયા પાસે આવેલ ઇન્દિરા નગરી વિસ્તાર પાસેની ખુલ્લી સરકારી જમીનમાંથી કટોક જેસીબી, ટ્રેકટરો વડે માટીની ગેરકાયદેસર હેરાફેરી બેરોકટોક લાખો રૂપિયાની માટીની ચોરી થઈ. હોવાની ઘટના સામે આવી હતી. જે આવતા વહેલી સવારે ખાણ ખનીજ ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરી હતી. પરંતુ હજુ સુધી માટી ચોરી કરનાર ચોર પકડમાં આવ્યા નથી. હજી સુધી મહત્વના પ્રશ્નનો જેવા કે માટી કોને ચોરી? કોના કોના જે.સી.બી. મશીન, ટ્રેકટરો જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો? તેના જવાબ બાકી હોઇ વિભાગ નડિયાદ ટીમ દ્વારા સ્થળખાણ ખનીજ વિભાગ દ્વારા આગળ વધુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.
રિપોર્ટર: રિઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર