ગોધરા : સબજેલમાં ભાવુકતા સાથે ઉજવાયો રક્ષાબંધનનો પર્વ...

રક્ષાબંધનના ભાઈ-બહેન વચ્ચેના અતૂટ પવિત્ર તહેવારનો હર્ષોલ્લાસ કાંઈક અનેરો હોય છે અને રક્ષા બાંધ્યા બાદ ભાઈ અને બહેન એકમેકને ખૂબ જ શુભ કામનાઓ આપતા હોય છે.!! પરંતુ ગોધરા સબજેલની સુરક્ષા દિવાલો વચ્ચે જેલમાં બંધ રહેલા મહિલા અને પુરુષ કેદીઓ પણ રક્ષાબંઘનના પવિત્ર દિવસની ઉજવણી કરે આ માટે ગોધરા સબ જેલના સુપ્રીટેન્ડન્ટ એમ. એન. રાઠવા દ્વારા કંકુ, ચોખા, ફૂલ, રાખડીઓ વિ. ની વ્યવસ્થાઓ ગોઠવીને મેઈન ગેટ પાસે કેદીઓ દ્વારા કરવામાં આવેલ આજના રક્ષાબંધનના આ પવિત્ર દિવસમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. એમાં શુભેચ્છાઓ કરતા મનોમન શુભકામનાઓની અંતર વેદનાઓ કહેતી હશે કે હવે એવી ભૂલ કદાપિ નહિ કરીએ કે જેલમાં કેદ રહેવું પડે. એવી ભાવુક લાગણીઓ વ્યક્ત થતી જોવા મળી હતી.