આ કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત મુજબ ચાંદલોડીયા રેલ્વે પાટા પાસેથી
આરોપી (૧) અંકુશ ઉદયસિંગ રાજપુત, ઉ.વ. ૧૯, રહે. ગામ રહાવલી બેહડ, થાના લહાર,
જીલ્લો ભીંડ, મધ્યપ્રદેશનાનુ તથા (૨) ગોલુ @ ગુલ્લા ગંભીરસિંગ ચૌહાણ, ઉ.વ. ૨૦, રહે. ગામ
ચાચીપુરા, થાના લહાર, જીલ્લો ભીંડ, મધ્યપ્રદેશ નાને ઝડપી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી અંકુશ ઉદયસિંગ રાજપુતએ આજથી આશરે એકાદ મહિના
પહેલાં તેણે તથા તેનો મિત્ર શૈલેન્દ્રસિંહ તથા અર્જુનસિંહ નાએ તેના ગામ પાસે રહેતાં કુંવરસિંહની
પાસે કલરકામ પેટે લેવાના નિકળતા પૈસા માંગતાં, પૈસા આપવાની ના પાડતાં તેઓની સાથે
બોલાચાલી ઝઘડો થતાં તેના મિત્ર અર્જુનસિંગ એ પોતાની પાસેની માઉઝર દ્વારા એક રાઉન્ડ
ફાયર કરી કુંવરસિંહને ગંભીર ઈજા પહોચાડેલ હતી.
આ અંગે મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના લહાર પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી કરાવતાં
૦૨૪૦/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૪૧, ૩૪ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.
આ ગુનાના કામે આરોપી અંકુશ ઉદયસિંગ રાજપુતને પકડવા સારૂ મધ્યપ્રદેશ
સરકાર એ રૂ. ૫૦૦૦/- ઈનામ જાહેર કરેલ હતું.
પકડાયેલ આરોપી ગોલુ છુ ગુલ્લા ગંભીરસિંગ ચૌહાણે જણાવેલ કે આજથી આશરે
પાંચેક મહિના પહેલા તેણે તથા તેના ભાઈ અર્જુન ગંભીરસિંગ ચૌહાણ તથા કલ્લુ રામભરોસે
ચૌહાણ તથા શૈલેન્દ્ર કરૂ ચૌહાણ ભેગા મળી પૈસાની લેતી દેતી બાબતે તેના ગામમાં રહેતા
કૌશલેન્દ્ર ચૌહાણ સાથે બોલાચાલી થતાં કૌશેલેન્દ્ર ચૌહાણને ખભાના ભાગે ગોળી મારી દીધેલ
હોવાની હકીકત જણાવેલ.
આ અંગે મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના લહાર પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ
કરાવતાં ગુ.ર.નં. ૦૦૮૯/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૦૭ તથા ૩૪ મુજબનો ગુન્હો રજીસ્ટર
થયેલ છે.
આમ ઉપરોક્ત બન્ને આરોપીઓ ઉપર જણાવ્યા મુજબના ગુન્હાઓમાં નાસતા ફરતા
રહેલ હોય. જેથી ઉપરોક્ત બન્ને આરોપીઓ ને ઉપરોક્ત ગુન્હામાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)
આઈ મુજબ તા.૧૩/૦૯/૨૦૨૨ ના રોજ પકડી અટક કરી, તેઓની અંગઝડતીમાંથી મોબાઈલ
ફોન નંગ ૧ કિ.રૂ. ૪,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં
આવેલ છે.
આવેલ છે.
જે આરોપીઓને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશના લહાર પો.સ્ટે.સોંપવા તજવીજ કરવામાં
આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:
(૧) આરોપી ગોલુ @ ગુલ્લા ગંભીરસિંગ ચૌહાણ અગાઉ મધ્યપ્રદેશ, ભીંડ જીલ્લાના લહાર
પોલીસ સ્ટેશનમાં અગાઉ ખુનની કોશિષના ગુન્હામાં પકડાયેલ છે.