પાવીજેતપુર,તા.૩૧

           પાવીજેતપુર તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓની કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી.ની સામાન્ય સભા પાવીજેતપુર હાઇસ્કુલમાં મળી હતી. જેમાં પ્રમુખ, મંત્રી તેમજ અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી હતી. તેમજ ફરજિયાત બચતમાં વધારો કરવામાં આવ્યો છે. 

          પાવીજેતપુર કેળવણી મંડળના પ્રમુખ અતુલભાઈ શાહના અધ્યક્ષસ્થાને શ્રીમતિ વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ પ્રાર્થના હોલમાં પાવીજેતપુર તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓની કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી.ની સામાન્ય સભા મળી હતી.સામાન્ય સભામાં 

મંડળીના પ્રમુખ તરીકે સંજય કુમાર પી.શાહ ( આચાર્ય પાવીજેતપુર હાઇસ્કૂલ ), ઉપપ્રમુખ તરીકે સુનીલકુમાર પંચોલી ( છત્રાલી હાઇસ્કૂલ ), મંત્રી તરીકે ધવલભાઈ દેસાઈ ( ભીખાપુરા હાઇસ્કૂલ ), ઇ.ઓડીટર તરીકે શ્રી મયુદીનભાઇ ગરાસિયા ( રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી શાળા ), સહ મંત્રી તરીકે શ્રી રાઠોડ જિતેન્દ્રસિંહ કે. ( ભેંસાવહી હાઈસ્કુલ)ની સઁવાનુમતે નિંમણુક કરી ને બહાલી આપવામા આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૨ ના હિસાબો ને સર્વાનુમતે બહાલી આપવામા આવી હતી. ફરજિયાત બચત રૂ.૧૦૦૦ થી વધારી ને રૂ.૧૫૦૦ કરવાણુ સઁવાનુનતે મંજુર કરવામાં આવ્યું હતું. મંડળીમાં વર્ષ ૨૦૧૦ થી ૩૧/૧૦/૨૦૨૧ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર આર.ઝેડ. પાઠક આચાર્ય કોહીવાવ, નરેન્દ્રભાઈ પંચાલ આચાર્ય જબુગામ તથા બીજા નિવૃત થયેલા કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માન કર્યુ હતું. તેમજ મંત્રી ધવલભાઈ દેસાઈએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા.