ફરિયાદી અયુબખાન મહેબૂબખાન પઠાણના જણાવ્યા અનુસાર જમીનના ભાગ પાડવા બાબતે ફિરોઝખાન વારંવાર ઝઘડા કરતો હતો. અયુબખાન બપોરના સુમારે જમીન ખેેડતા હતા ત્યારે ફિરોજખાન પઠાણ પુત્ર મોઈનખાન પત્ની સાયરાબાનું આવી ગમે તેવી ગાળો બોલી ઝઘડો કરતા ભાઈ ફરીદખાને ઝઘડો નહીં કરવા જણાવતા ફિરોજ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીદખાનને માથાના પાછળના ભાગે તેમજ કમરના ભાગે પાઇપ મારી હતી અયાજખાન છોડાવવા પડતા મોઈનખાને ધારિયાનો લાકડાનો હાથો માથામાં પાછળના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. અયુબખાન છોડાવવા પડતા તેમને પણ ફિરોજે પાઇપની જાપોટો જમણા હાથે કાંડા ઉપર મારી હતી. ત્રણેયનું ઉપરાણું લઈને ઈરફાનખાન સિતાબખાન પઠાણ અને પરવેેજખાન અલેફખાન પઠાણ આવી પહોંચ્યા હતા અને અયાાખાાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.