સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમમાં સતત નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે ત્યારે વારંવાર અવરફલો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવતી હોય છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરનો ધોળી ધજા ડેમ 19 ફૂટની સપાટી વટાવી ચૂકવે છે અને ટૂંક સમયમાં નર્મદાની કેનાલમાં પાણી ઠાલવવામાં આવતું હોવાના કારણે અવરફલો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે નીચાણવાળા દસ ગામોને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત થઈ ગઈ છે તેવા સંજોગો સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં લખતરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા લીમડી અને વઢવાણમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે જેને લઇને સમગ્ર પંથકમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘ મેહેર યથાવત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ અગામી ત્રણ દિવસ વારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગ્રામીણ વિસ્તારોના લોકો ખાસ કરીને તળાવ ઓવરફ્લો થવાની શક્યતા હોય ત્યારે નદી નાળાઓ તળાવની આજુબાજુ ન જાય તેવી સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.નર્મદા નહેરમાંથી પાણીની આવકથી ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમની હાલની સપાટી 80.42 છે અને 99.14 ટકા ભરાઈ ગયો છે. પાણી મેઇન્ટેઇન કરવા ડેમ ઓવરફ્લો કરાશે. આથી સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા, લીંબડીના શીયાણી, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ, પરનાળા ગામના નીચાણવાળા વિસ્તારોના લોકોને ભોગાવો નદીના પટમાં ન જવા તાકીદ કરાઈ છે.