પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૧૩/૦૯/૨૦૨૨નાં રોજ જયદિપસિંહ ગોહિલ પો.કોન્સ., પેરોલ ફર્લો સ્કવોડ,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગર,ઘોઘા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૩૨૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૫ તથા એટ્રોસીટી એકટની કલમઃ-૩,૨,૫(એ) મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી વિપુલ ઉનડભાઇ હરકટ રહે.ભુંભલી તા.ઘોઘા જી.ભાવનગરવાળા હાલ પીપળીયા પુલ પાસે હાજર છે. જે હકિકત આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ ઘોઘા, પીપળીયા પુલ ખાતે જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી વિપુલ ઉનડભાઇ હરકટ ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.હાડકીયા ઢાળ,ભુંભલી તા.ઘોઘા જી.ભાવનગર વાળા હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

                                                                 કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

                                                                              પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્દસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર