મોટરસાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા એક આરોપીને મુદ્દામાલ સાથે ચીકાલી ફાટક પાસેથી ઝડપી પાડતી સાગબારા પોલીસ

એમ એસ ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જિલ્લામાં દારૂના દુષણને ડામવા અને અસરકાર કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ફરમિયાં તેઓને મળેલી બાતમીના આધારે ચીકાલી ફાટક પાસે નાકાબંધી કરી વોચમાં હતા.જે દરમિયાન મોટરસાયકલ ગાડી નંબર GJ 06 F 2241 નંબરની મોટરસાયકલ ઉપર એક આરોપી આવતા પોલીસ સ્ટાફના માણસોએ મોટરસાયકલ રોકી તપાસ કરતાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે ના ભારતીય બનાવટના કાચના બિયર મળી આવ્યા સાગબારા પોલીસે ગેરકાયદેસર વગર પાસ પરમીટે ના કિંગફિશર કાચના બિયર નંગ 23 કિંમત રૂપિયા 2300 મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા 10,000 મોટરસાયકલ એક કિંમત રૂપિયા 30000 મળી કુલ 42.300 મુદ્દામાલ સાથે આરોપી આશિષભાઈ પ્રદીપભાઈ વસાવા રહે બોદવાવા તા સાગબારા વિરુદ્ધ સાગબારા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે