નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ હેઠળ થયેલી નોંધપાત્ર કામગીરી ---

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

------- રાજપીપલા,મંગળવાર :- ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨' જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેમજ જેમની નોંધણી બાકી હોય તેવા નાગરિકો માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરીની ફલશ્રુતિ અન્વયે તા. ૨૧/૦૮/૨૦૨૨ થી તા. ૧૧/૦૯/૨૦૨૨ ના રોજ યોજાયેલ ખાસ ઝુંબેશ દરમિયાન ૧૪૮- નાંદોદ વિધાનસભા મતવિભાગનાં ફોર્મ-૬ – ૩૯૦૬, ફોર્મ-૭ - ૧૧૨૬, ફોર્મ-૮ – ૨૦૩૬ તેમજ ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિભાગના ફોર્મ-૬ – ૪૮૬૬, ફોર્મ-૭ - ૧૩૯૭, અને ફોર્મ-૮ –૧૬૦૮ પ્રાપ્ત થયેલ છે. તેમજ ઉક્ત ખાસ ઝુંબેશ દરમિયાન સમગ્ર જિલ્લામાંથી કુલ ૧૪૯૩૯ ફોર્મ્સ પ્રાપ્ત થયેલ છે. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૧૧ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને રવિવારે જિલ્લાના કુલ-૬૨૪ મતદાન મથકોએ કરાયેલી ખાસ વ્યવસ્થા મુજબ તમામ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ખાસ ઝુંબેશ અન્વયે આ દિવસે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન હાજર રહી મતદારોની મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. યુવા નાગરિકો દ્વારા મતદા૨ યાદીમાં નામ દાખલ કરાવવા તા.૧૧ મીએ રવિવારે સંબંધિત મતદાન મથકે નામ નોંધણી અને સુધારા કરાવવાની ખાસ ઝુંબેશની અંતિમ તક અંતર્ગત ૧૮-૧૯ વયજુથના કુલ ૬૪૬૫ ફોર્મ્સ, તેમજ ફોર્મ-૬ - ૧૭૯૪, ફોર્મ૬(B)-૧૮૯૨૬, ફોર્મ-૭ - ૭૨૨, ફોર્મ-૮ - ૧૦૧૫ પ્રાપ્ત થયલ છે. વધુમાં ચુંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લીંકેજ કરાવવા માટે ફોર્મ નં. ૬(B) છે, જેમાં આધાર લીંકેજ અન્વયે લોકોનો સારો પ્રતિસાદ જોવા મળેલ છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨” અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય-ગાંધીનગર, ના ઉપ સચિવશ્રી કેતન મોદી દ્વારા ખાસ ઝુંબેશના દિવસે ક્ષેત્રિય મુલાકાત અંતર્ગત મતદાન મથકોની મુલાકાતે પધારેલ હતા. જેઓએ અત્રેના જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં મતદાન મથકો રાખસકુંડી, બેસણા - ૨, પ્રાથમિક શાળા પારસી ટેકરા, દેડિયાપાડા તેમજ ૧૪૮-નાંદોદ ના મતદાન મથક નં-૨૦૯ પ્રાથમિક શાળા માંડણ, એકતાનગર-૧, એકતાનગર-૨, એકતાનગર-૩, આમદલા-૧, આમદલા-૨, ભૂમલિયા, ગાડકોઇ મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકોને ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી કરાયેલ ખાસ અનુરોધનો જિલ્લામાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઉપરાંત તમામ નાગરિકો મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ ૫૨ સંપર્ક કરી શકે છે, તેમ નાયબ જિલ્લ ચૂંટણી અધિકારીશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. ૦૦૦૦