રાજ્યમાં ગુનાખોરીનો પ્રમાણ ડામવા સરકાર દ્રારા જુદા જુદા મહાગનરોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યા છે સોમવારથી રાજ્યના 8 મહાનગરોમાં ફરજીયાત CCTV કેમેરા લગાવવાના આદેશ કરાયા છે 1 હજારથી વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં ખાસ કરીને CCTV કેમેરા પર ભાર મૂકવામાં આવ્યુ છે જેને લઇ ગુનાહિત પ્રવુતિ જેવી કે લૂંટ, ચોરી, ચેઇનસ્નેચિંગ,મારામારી ઘટના ડામી શકાય રાજ્ય સરકાર દ્રારા તમામ જાહેર સ્થળો પર CCTV કેમેરા લગાવના આદેશ જાહેર કરાયા છે

ઉલ્લેખનીય છે કે હેબિર્યસ કોર્પર્સની અરજીમાં હાઇકોર્ટ 6 મહિના સુધી CCTV ફૂટેજ સાચવના આદેશ કર્યો છે. અમદાવાદના એસ જી હાઇવે પર રાત્રિ દરમિયાન મહિલાઓને ટ્રાફિક પોલીસે રોકી તેમના સાથે દુરવ્યહાર કર્યો હતો જેને લઇ મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી જયાં કોર્ટે પોલીસ અધિકારીનું ઉધાડો લઇ કાયદાનું ભાન કરાવ્યુ હતું

રાજ્યસરકાર દ્રારા તમામ પોલીસ સ્ટેશન જાહેર સ્થળો જયાં લોકોનું ભારે ધસારો હોય તેવી જગ્યા પર CCTV લગાવવામાં આવ્યા છે અને કેટલાક મહાનગરો CCTV લગાવેલા છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન છે કેટલાક જગ્યાએ ખૂબ જ દયનીય હાલતમાં તો કેટલીક જગ્યાએ બંધ અવસ્થામાં CCTV કેમરા જોવા મળે છે તો કયાક મહાનગરપાલિકા સાચવણી કરવામાં નિષ્ફળ નિવડી છે