સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા ડ્રાઇવ આપી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવી. તથા સર્કલ પોલીસ ઇન્સ.સુરેન્દ્રનગરને સુચના આપેલ હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેથી નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશીએ સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. જી.એન.શ્યારાને પો.સ્ટે. વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપતા પો.સબ ઇન્સ. જી.એન.શ્યારાએ પ્રોહી/જુગારની ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પરિણામલક્ષી કામગીરી કરવા પો.સ્ટે.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ.જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સબ ઇન્સ. જી.એન.શ્યારા તથા સ્ટાફના માણસોને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સુ.નગર સીટી બી ડીવી. પો.સ્ટે. ઇ.પી.કો. કલમ  મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી રામા ઉર્ફે રામો ઉર્ફે કાનો રાણાભાઈ ગમારા ઉવ.29 રહે.રતનપર, બાયપાસ રોડ તા.વઢવાણ વાળાને સુરેન્દ્રનગર, કુંભારપરામાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી સબ જેલ સુરેન્દ્રનગર ખાતે મોકલી આપેલ છે.