લીંબડી આંગણવાડી વર્કરો અને હેલ્પરોની માગણી ઓને ધ્યાનમાં નાં લેવાતા આંગણવાડી કેન્દ્રો બંધ રાખી અને 3 દિવસ સુધી હડતાળ ઉપર ઉતરી ગયા હતા
100 કે તેથી વધુ આંગણવાડી વર્કર તેમજ હેલ્પરો દ્વારા સી.ડી.પી.ઓ ઓફીસ બહાર લગાવ્યા હતા નારા
લીંબડી શહેર તેમજ તાલુકાના આંગણવાડી વર્કરો અને હેલ્પરો ની ઘણા સમયથી વિવિધ માગણીઓ ને લઈને તંત્રમાં રજૂઆત કરવા છતાં આજ સુધી તેઓની વાત ધ્યાન માં ન લેવાતા આજે તાલુકાની તમામ આંગણ વાડીઓ બંધ રાખી વર્કરો, હેલ્પરો એ પાટડી આઇ સી ડી એસ ના સીડીપીઓ તેમજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી પોતાની માગણી ઓ જેવીકે સરકારી નોકરીયાત ને લઘુતમ વેતન આપવું, અગાઉ આપેલા મોબાઇલ ફોન ચાલતા ન હોય નવા આપવા,તમામ રાજ્યોની જેમ નિવૃત્તિ મર્યાદા 60 વર્ષ કરવી, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગ્રેજ્યુઇટી ની રકમ તાકીદે ચૂકવવી, પેન્શન તથા પ્રોવિડન્ડ ફંડ લાગુ કરવા,આંગણવાડી કેન્દ્ર સિવાયની વધારાની કામગીરી સોંપવી નહીં, પગાર, બિલો, મકાન ભાડું સમયસર ચૂકવવામાં આવે, આંગણવાડીઓ રીપેરીંગ કરાવવામાં આવે, માલ સ્ટોકની પુરતી ફાળવણી કરવામાં આવે, જેવી અનેક માગણીઓને લઈને આજે આંગણવાડી માં કામ કરતી 100 કરતા વધુ બહેનો એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારી કેટલીક માંગણીઓ સીડીપીઓ ની કક્ષાએથી જ કરવાની થતી હોય જો આ માગણીઓ 15 દિવસમાં સંતોષવામાં નહીં આવે તો તાલુકાની તમામ આંગણવાડીઓ બંધ રાખી તમામ વર્કરો અને હેલ્પરો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ પર બેસી જશે તેમ જણાવ્યું હતું.