ડીસા તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનોનું આંદોલન ઉગ્ર બન્યું વિશાળ રેલી યોજી મામલતદાર નાયબ કલેકટર કચેરી અને ધારાસભ્ય કાર્યલય ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગથન દ્વારા આંદોલનને ટેકો જાહેર કરાયો...

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં આંગણવાડી કાર્યકર બહેનો પડતર માંગણીઓને લઇને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકામાં પણ આંગણવાડી કાર્યકર બહેનો 6 તારીખથી હડતાલમાં જોડાયા છે ત્યારે આજે ડીસા મામલતદાર કચેરી ખાતે ડીસા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કાર્યકર બહેનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં ધરણાં પર બેસી ગયાં હતાં ત્યારે ડીસા તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોએ આજે ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે ડીસા મામલતદાર કચેરી થી નાયબ કલેકટર કચેરી અને ધારાસભ્ય કાર્યલય સુધી વિશાળ રેલી કાઢી વિવિધ સુત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આંગણવાડી કાર્યકર બહેનોની પડતર માંગણીઓને સ્વિકાર કરે નહી તો ઉગ્ર આંદોલન પર જવાની ચિમકી ઉચ્ચારી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં વોટ નહી આપવાની ચિમકી ઉચ્ચારી હતી જ્યારે આજે ડીસા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોનાં આંદોલનને હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પણ ટેકો જાહેર કરી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક અસરથી આંગણવાડી કાર્યકર બહેનોની પડતર માંગણીઓને સ્વિકાર કરે નહી તો રસ્તા રોકો આંદોલન સાથે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી..