પેટલાદ તાલુકાના ધર્મજ પાસે બોરસદ-તારાપુર હાઇવે રસ્તા ઉપર રાત્રિના સમયે ચાર લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં 10 થી વધુ લોકોને વતાઓછા પ્રમાણમાં ઇજા થવા પામી હતી. જ્યારે સવાર 50થી વધુ મુસાફરોનો બચાવ થયો હતો. સમગ્ર બનાવને લઈને પેટલાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.