ઇકબાલગઢ પાસે ખેતરમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર.... 

 અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ ખેતરમાંથી ગતરોજ એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસે લાશ નો કબજો લઈ પીએમ કરાવી તેના વાલી વારસા ની ભાળ મેળવી હતી. અમીરગઢ તાલુકાના હાઇવે ઉપર આવેલ પાણીની ટાંકી પાસે એક ખેતરમાં યુવકની લાશ પડી હોવાની સૂચના પોલીસને મળતા ઈકબાલગઢ પોલીસ ત્યાં પહોંચીતી હતી અને લાશનો કબજો લઈ પંચનામું કરી તેને પીએમ માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. બાદમાં સોશિયલ મીડિયા અને અન્ય માહિતીથી મરણ જનાર યુવકની ઓળખાણ કરવાનો પ્રયાસ કરતા આખરે તેના વારસદારો મળી આવ્યા હતા. મરનાર યુવક આસપાસ યુવક વિરમપુર નો હોવાનું જાણવા મળતા યુવકના પરિવારને લાશનો કબજો સોંપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.