કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા

      

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે સાંજે ચાર વાગ્યા આસ પાસ જોરદાર કડાકા સાથે વીજળી પડતા એક ખેડૂત નું ભેંસ નું મોત થયું હતું.વરસાદ માત્ર પાચ મી.મી.થયો હતો.ડોળાસા ગામે આજે બપોર બાદ અચાનક વાતાવરણ માં પલ્ટો આવ્યો હતો.અને વરસાદી માહોલ સર્જાયો હતો.અને ભારે વરસાદ થશે એવું લાગતું હતું.પણ વરસાદ તો માત્ર પાંચ મી.મી. જ થયો પણ વીજળી નાં ભારે કડાકા શરૂ શરૂ થયા હતા.વાતાવરણ ડરામણું થવા લાગ્યું હતું .આ દરમ્યાન આશરે ચાર વાગ્યા આસ પાસ ડોળાસા ગામ ની બગલા વાડી વિસ્તાર ની સીમ માં મોટા કડાકા સાથે વીજળી પડતાં અહી જમીન ધરાવતા હાજીભાઈ વલીભાઈ વામત ની ભેંસ નું મોત થયું હતું.પશુ પાલન દ્વારા ગુજરાન ચલાવતા આ ખેડૂત ની આજીવિકા છીનવાઈ ગઈ છે .

 આજે પાચ મી.મી.વરસાદ થયો હતો મોસમ નો કુલ વરસાદ ૮૧૩ મી.મી.( સાડી બત્રીસ ઇંચ ) થયો છે.

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર