સાયલાના સાપર ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજના એકતા મિશન સંમેલનમાં સંવિધાનિક અધિકારોની લડાઈ, સમાજમાં જાગૃતિની પહેલ અને રાજસત્તામાં વસતી મુજબ ભાગીદારીનો લડાયક મિજાજ જોવા મળતો હતો. સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઊમટી પડ્યા હતા.સાયલાના સાપર ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજના મહા સંમેલનમાં 2022માં સમાજની વાત કરશે એને સ્વીકારવામાં આવશે પછી સરકાર હોય કે સમાજના નામે ચરી ખાતા આગેવાનો હોય તેવા રોષ સાથે અનેક યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મયુરભાઇ સાકરીયા, વિક્રમભાઇ સોરાણી, રમેશભાઇ મેર, રણછોડભાઇ ઉઘરેજા, મુકેશભાઇ રાજપર સહિત અગ્રણીઓએ ગુજરાતમાં 38 ટકા કોળી અને ઠાકોર સમાજની વસ્તી જોવા મળે છે.ત્યારે વસતી મુજબ રાજકીય સત્તામાં ભાગીદારી આપવાની સાથે ઠાકોર અને કોળી નિગમમાં આવેલી લોનની અરજીનો નિકાલ, 2000 કરોડથી વધુ બજેટ, વસતી મુજબ અનામત તેમજ દરેક જિલ્લામાં શૈક્ષણીક સંકુલ અને માંધાતા, વેલનાથબાપુ ધામ માટે જમીનની ફાળવણી સહિતની અનેક માંગણી કરી હતી.જયારે જયોતિબેન રાઠોડ, પથુજી ઠાકોર, અજમલજી ઠાકોર, દીપસિંહ ઠાકોર, વિનુભાઇ વાઢેર સહિતના અગ્રણીઓએ નિગમના માધ્યમથી મળતી લોનના બોજા પધ્ધતિનો પણ વિરોધ દર્શાવ્યો હતો. અનેક મુદાઓને લઇ સરકાર સામે ન્યાયની માંગણી જોવા મળતી હતી. એકતા મિશન સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra CM Candidate: Fadnavis या Eknath Shinde, कौन होगा महाराष्ट्र का असली बॉस? | Aaj Tak
Maharashtra CM Candidate: Fadnavis या Eknath Shinde, कौन होगा महाराष्ट्र का असली बॉस? | Aaj Tak
પાળીયાદ દેવળીયા રાજપરા આણંપુર નિ વચ્ચે ખારવાળા મેલડીમા તાલુકો વલભીપુર જીલ્લો ભાવનગર પાંચમો ભવ્ય
પાળીયાદ દેવળીયા રાજપરા આણંપુર નિ વચ્ચે ખારવાળા મેલડીમા તાલુકો વલભીપુર જીલ્લો ભાવનગર પાંચમો ભવ્ય
ড্ৰাগছৰ বিৰুদ্ধে ডিগবৈত প্ৰতিবাদ কৰা প্ৰতিবাদকাৰীক আৰক্ষীৰ প্ৰহাৰ: টাইপাৰ প্ৰতিক্ৰিয়া
ড্ৰাগছৰ বিৰুদ্ধে ডিগবৈত প্ৰতিবাদ কৰা প্ৰতিবাদকাৰীক আৰক্ষীয়ে পহাৰ কৰা ঘটনাক মৰাণৰ টাইপাৰ প্ৰতিক্ৰিয়া
સોનાલી ફોગાટે 110 કરોડની સંપત્તિ છોડી દીધી, માત્ર પુત્રી યશોધરા જ તમામ સંપત્તિનો વારસો મેળવશે
બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના રહસ્યમય મોત બાદ ઘણા મહત્વના ખુલાસા થયા છે, જેનો એક...