ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ધ્વારા , ગુજરાતની આંગણવાડી વર્કરહેલ્પર બહેનોનાં પાયાનાં પ્રશ્નો અંગે માંગણી માટે જાન્યુ . ૨૨ થી સતત રજુઆત કરવામાં આવી રહી છે . રોજીંદુ કામ મોબાઈલ એપ્લીકેશનો ધ્વારા કરવુ અશકય હોવા છતાં કરેલ છે . યુનિયને તેમાં સહયોગ કરેલ છે . કમિશ્નરશ્રી સાથે પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી . સરકાર ધ્વાર કોઈજ નિર્ણય કરવામાં આવ્યો નહિ . છેલ્લે તા : ૨૯/૯/૨૦૨૨ ના રોજ ૨૨ જીલાઓમાં તથા યુનિયન ધ્વારા સીધાજ આવેદન ધ્વારા ૧૦ મી સપ્ટે . સુધીમાં પ્રશ્નો ઉકેલવા જણાવાયેલ હતુ . ૩ જી સપ્ટે.નાં રોજ મંત્રીશ્રી સાથે યુનિયન લીડરો સાથે બેઠક થઈ , મંત્રીશ્રીએ રજુઆત સાંભળી પણ તેમની મર્યાદાને કારણે કોઈજ નિર્ણય ન થઈ શકયો . ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને ખુબજ ધીરજ દાખવી અને જવાબદારી પુર્વક વર્તન કર્યું અને તા સુધી કોઈ નિર્ણાયક બેઠક યોજાશે કે નિર્ણય કરાશે તે માટે સંયમ પુર્વક રાહ જોઈ . યુનિયન સાથે જોડાયેલ સેંકડો બહેનો તા : ૧૦ સુધી નિર્ણય કરશે તેવી વાત સમજાવી હતી. : આજરોજ તારીખ સુધી કોઈજ નિર્ણય કરાયો નથી કે નિર્ણાયક બેઠક પણ યોજવામાં આવી નથી . સ૨કા૨શ્રી એ છેક જાન્યુ .૨૦૨૨ થી અત્યાર સુધી નિર્ણય કર્યો નથી . યુનિયન ને ના છુટકે પણ તા : ૧૦ બાદ વ્યાપક આંદોલન તરફ જવાની ફરજ પડી રહી છે . તબકકા સાથે કાર્યક્રમ કરાશે . આમ છતાં ગુજરાત આંગણવાડી કર્મચાર સંગઠનનું વલણ પોઝીટીવ- હકારાત્મક જ છે અને નિર્ણાયક બેઠક યોજવાની તરફેણ કરે છે અને તૈયાર છે . તા : ૧૨-૧૩-૧૪ ત્રણ દિવસ માટે સાંકેતીક સદેશો આપવા કામથી અળગા રહેશે જે જાણશોજી . તેમજ મોબાઈલની તમામ કામગીરી કરશે નહિ . સરકારી મોબાઈલ ચાલતા નથી અને ખાનગી મોબાઈલ ઉપયોગ કરવા સંમતિ નથી . ખાસ વિનંતિ : - સરકારી કાર્યકમો , નેતાઓની સભામાં ભીડ એકઠી કરવા તથા સેવા સેતું કાર્યક્રમોમાં અને છેલ્લો એક માસ સુધી " સુપોષિત – માતા સશકત બાળક " નાં અમલ માટે તો એક માસ સુધી આંગણવાડી કેન્દ્ર સ્થગીત કરાયા હતા . અને ત્યારે પોષણ કે આંગણવાડી પ્રવૃત્તિ કે બાળકોની ચિંતા કરાઈ ન હતી . બહેનો દ્રારા પોતાના પ્રશ્નો માટે આંદોલન કરવામાં આવશે

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી