હળવદ તાલુકાના દેવળીયા ગામે પી.જી.વી.સી.એલ ના અધીકારી પર બે શખ્સોએ હુમલો કરી માર મારી અધીકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે એસબીઆઈ વાળી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ સુરમાભાઈ રોત એ આરોપી મનસુખ ભગવાન પટેલ તથા મહેશ પટેલ રહે બંને દેવળીયા તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા.૧૦-૦૯-૨૦૨૨ ના બપોરના સાડા અગીયારેક વાગ્યાના સુમારે ફરીયાદી મહેન્દ્રભાઈ ચરાડવા પી.જી.વી.સી.એલ માં ફરજ બજાવતા હોય જેઓ નવા દેવાળીયા ગામે પોતાની કાયદેસરની ફરજ બજાવતા હોય ત્યારે બન્ને આરોપીઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવાટ કરી ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને હાથ વતી ઢીકાપાટુનો મુઢ માર મારી ફરીયાદીને ડોકના પાછળના ભાગે મુઢ ઇજા કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને જ્ઞાતીપ્રત્યે હડ ધુત કરી બન્ને આરોપીઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ પી.સી કલમ, ૫૦૪,૫૦૬(૨),૩૨૩,૩૩૨,૧૧૪ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૧)(R)(S),3(2)(5-A) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ