ભુજ, ઔદ્યોગિક સંગઠન ફોકિયા દ્વારા વ્યાપાર વિકાસમાં એચઆર (માનવ સંસાધન)ના મહત્ત્વ વિષયે એક રાષ્ટ્રીય સ્તરના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં રમતો દ્વારા એચઆર લર્નિંગ, પ્રતિભા વિકાસ, શ્રમ સુધારા જેવા વિષયો આવરી લેવાયા હતા. પરિસંવાદમાં મુખ્ય વક્તા સ્વામી સુખબોધાનંદજી (પ્રસન્ના ટ્રસ્ટ-બેંગ્લોર) ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ઉદ્યોગ જગતના કાર્યક્રમોમાં જાણીતો ચહેરો છે અને તેઓ કોર્પોરેટ ગુરુ તરીકે પણ ખ્યાતનામ છે. પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે સંદીપ ગ્રોવર (ગ્રુપ હેડ, વેલસ્પન) હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જયરાજસિંહ જાડેજા, જી. એમ. ભુટકા (એડિશનલ લેબર કમિશનર-કચ્છ)?ઉપસ્થિત રહ્યા હતા. વિદાય સત્રમાં નારાયણ મધુ (આઇએએસ, જોઇન્ટ કમિશનર, હાયર એડયુકેશન-ટેક્નિકલ) ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં ફોકિયાના એમડી નિમિષ ફડકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોહન ગોયલ (ડિરેક્ટર, એમડીએસ ગ્રુપ) પણ હાજર રહ્યા હતા.