અંજાર, સમાજના ઉત્કષ્ઍામાં નાગર જ્ઞાતિનુ યોગદાન અનેરૂ છે.' કડવુ પણ સાચુ માર્ગદર્શન' આપનારા આ બુધ્ધીજીવી સમુદાયના લોકો પાસે ઘણુ બધું શીખવા જેવુ છે તેવુ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહીરે' અંજાર વડનગરા નાગર જ્ઞાતિ ધ્વારા આયોજીત સરસ્વતી સન્માન સમારંભમાં' કહયુ હતું. જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનતા આ કાર્યક્રમની દિપપ્રાગટયવિધીમાં અમદાવાદથી આવેલા ડો આદિત્યભાઈ વોરા, અને હયાતીબેન વોરા, નાગર મંડળના પ્રમુખ પીનાકીનભાઈ વૈષ્ણવ, મહિલા મંડળના પ્રમુખ જયોતિબેન ઝાલા,મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ અંજારીયા સહિતના લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરસ્વતી વંદના અને ગણેશ વંદના,પ્રશ્નોતરી સ્પર્ધા' વિગેરે કૃતિ રજુ થઈ હતી. આ' પ્રસંગે સુધરાઈ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતી, ઉપપ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, શાસકપક્ષનના' નેતા સુરેશભાઈ ટાંક, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, મહામંત્રી દિગંત ધોળકીયા, અશ્વિનભાઈ સોરઠીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વાસણભાઈ આહીરના હસ્તે ધો.10માં એ વન ગ્રેડ મેળવનાર તત્સત રૂત્વિકભાઈ અંજારીયા, તાલુકા કક્ષા કલામહાકુંભમાં નોંધપાત્ર' પ્રદર્શન કરનાર હિમાંક બિદુલ અંતાણી, હરીત ભવ્યેશભાઈ બુચનુ વિશેષ સન્માન તથા' બાલમંદિર થી સ્નાતક કક્ષા સુધીના તેજસ્વી તારલાઓને જ્ઞાતિના વડીલો અને દાતાઓના હસ્તે ઈનામ આપી' પ્રોત્સાહિત કરાયા હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા વિભાકર અંતાણીને' સ્મૃતિચિહન સાથે બહુમાન કરાયુ હતું.