દેશમાં કોંગ્રેસ દ્વારા નીકળેલી ભારત જોડો યાત્રા દરમ્યાન આજે કોંગ્રેસે આરએસએસના ડ્રેસમાં આગ લાગી હોવાનો ફોટો અપલોડ કરી દેતા ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે.

આજે કોંગ્રેસે એક ફોટો ટ્વીટ કર્યો છે. આ ફોટોમાં આરએસએસના ડ્રેસમાં આગ લાગી છે. તેમાં ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ટ્વીટમાં આગળ લખ્યું, "દેશને નફરતના વાતાવરણમાંથી મુક્ત કરવા અને RSS-BJP દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અમે એક સમયે એક પગલું ભરી રહ્યા છીએ." અમે અમારા લક્ષ્‍ય તરફ આગળ વધી રહ્યા છીએ.

દેશમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નો આજે છઠ્ઠો દિવસે કોંગ્રેસ દ્વારા આરએસએસના ડ્રેસને લઈને આવી ટ્વીટ કરવામાં આવી હતી, જેના કારણે તમામ ભાજપના નેતાઓમાં રોષ ફેલાઈ ગયો છે. 

ભાજપ ના નેતાઓએ આ ટ્વીટને લઈ આકરી પ્રતિક્રિયા વ્યકત કરી કોંગ્રેસ દેશ જોડવાને બદલે તોડવાનું કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું છે.