ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉતરસંડા મુકામે રહેતા સમીરભાઈ વ્હોરા નેશનલ ધી ઘરવાળા ની દીકરી ડૉ,સાનિયા વ્હોરા એ એજ્યુકેશન ના ક્ષેત્ર માં જાણીતી એવી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડૉક્ટરેટ માં M.B.B.S ની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરતા તાજેતર માં પારુલ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસ ખાતે તા:- 25/3/2023 યોજાયેલા પદવીદાન સમારંભ માં કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ ડોગિતિકા મેડમ દ્વારા ડૉ,સાનિયા વ્હોરાને મુમેન્ટો આપી સન્માનિત કરવા મા આવ્યા હતા અત્રે ઉલ્લેખનિય બાબત એ છે કે લઘુમતિ સમાજ ની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરવામાં પાછી પડેછે ત્યારે સાનિયા વ્હોરાએ M.B.B.Sની ડોકટરની પદવી પ્રાપ્ત કરી સમાજ ની દીકરીઓ ને એક નવો રાહ અને હિંમત પૂરી પાડી હતી અને એક પ્રેરણાત્મક બાબત ઉજાગર કરી સમગ્ર ચરોતર વ્હોરા સમાજ (14 અટક)નું ગૌરવ વધાર્યું હોય સમાજ માં ગર્વ અને આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે તેમજ સાનિયા વ્હોરા ને સમાજ ના અગ્રણીઓ અને ઉત્તરસંડાના નગરજનો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર