*‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો.*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તે દિવસે અમારું પહેલું કામ ગુજરાતમાં વેપારીઓને ભયમુક્ત વાતાવરણ આપવાનું રહેશેઃ અરવિંદ કેજરીવાલ*

*અમારી સરકાર બન્યા બાદ સમગ્ર ગુજરાતમાં રેડ રાજ બંધ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

*દેશની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ યોગદાન વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આપે છે, પરંતુ તે લોકોએ સૌને ડરાવી રાખ્યા છે: અરવિંદ કેજરીવાલ*

*આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે વેપારીઓ સાથે બેસીશું અને GSTની રેઝિન વેપારી ઈચ્છે તે રીતે જ થશેઃ અરવિંદ કેજરીવાલ*

*અમારી સરકાર બન્યા પછી 6 મહિનામાં વેપારીઓને તેમના VAT અને GST રિફંડ મળી જશેઃ અરવિંદ કેજરીવાલ*

*વેપારીઓની પેમેન્ટની સમસ્યા દૂર કરવા જે કાયદો બનશે તે કાયદો અહીં પણ લાગુ કરીશું, પછી દિલ્હી અને પંજાબમાં લાગુ કરીશું એમ એક દિવસ આખા દેશમાં પણ લાગુ કરી દઇશું - અરવિંદ કેજરીવાલ*

*અમારી સરકાર બન્યા પછી લોકો પાસેથી પૈસા માંગવાની કોઈ હિંમત નહીં કરે, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું: અરવિંદ કેજરીવાલ*

*5 વર્ષમાં વ્યવસાયની વ્યવસ્થા એટલી સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવી પડશે કે 5 વર્ષ પછી દરેકનો વેપાર 2 ગણો થઈ જાયઃ અરવિંદ કેજરીવાલ*

*સરકારી યોજનાઓથી ગરીબી દૂર નહીં થાય, શિક્ષણથી ગરીબી દૂર થશેઃ અરવિંદ કેજરીવાલ*

*દિલ્હીમાં અમે તમામ દવાઓ, ટેસ્ટ, ઓપરેશન બધા મફત કર્યા છે, હું તેને ફ્રી ની રેવડી નથી માનતો, રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષણ અને આરોગ્ય એવી વસ્તુ છે જે મફત આપવી જોઈએઃ અરવિંદ કેજરીવાલ*

*દિલ્હીની જનતાએ AAPને 70માંથી 67 સીટો આપી, પંજાબની જનતાએ 117માંથી 92 સીટો આપી, ગુજરાતની જનતાએ દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડવો પડશે : અરવિંદ કેજરીવાલ*

*અમદાવાદ/ગુજરાત*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત ઘણાં બધાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બીજા દિવસે 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલજી એ ઓટો રિક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને ખાતરી આપી હતી કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ બાદ અરવિંદ કેજરીવાલજી વેપારીઓ સાથે જાહેર સંવાદ કરવા પહોંચ્યા. 

*દેશની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ યોગદાન વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આપે છે, પરંતુ તે લોકોએ સૌને ડરાવી રાખ્યા છે: અરવિંદ કેજરીવાલ*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વેપારીઓને સંબોધતા કહ્યું કે, ગઈ કાલે હું ફ્લાઈટથી આવી રહ્યો હતો ત્યારે અમદાવાદના એક વેપારી મારી બાજુમાં બેઠા હતા. તેઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે હું સીએમની બાજુમાં બેઠો છું, મારા નસીબ ખુલી ગયા. પછી તેમણે કહ્યું કે મારે તમારી સાથે ફોટો પડાવવો છે. મેં કહ્યું લઇ લો. અને પછી તેમણે કહેવાનું શરૂ કર્યું કે, નહીં લઇ શકું. કેમકે ગડબડ થઈ જશે. મેં પૂછ્યું કે શું ગડબડ થશે, તો તેમણે કહેવાનું શરૂ કર્યું કે આ દિવસોમાં CBI, ED તમારી પાછળ પડેલી છે, જો હું ફોટો લઉં તો તેઓ પણ મારી પાછળ આવશે. મેં કહ્યું કે ફોટા શેર કરશો નહીં, તમારા મોબાઈલમાં રાખો, તો તેમણે કહ્યું કે ફોન પણ દરેકનાં ટેપ થાય છે, જો ફોટો લેવામાં આવે તો તે તેમના સુધી પહોંચી જશે. મને આશ્ચર્ય થાય છે કે આપણા દેશના લોકો કેટલા ડરી ગયા છે. આપણા વેપારીઓ કેટલા ડરી ગયા છે. જે દેશના ઉદ્યોગપતિઓ ફોટા પડાવવાથી આટલા ડરે છે, તે દેશ કેવી રીતે પ્રગતિ કરશે? દેશની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ યોગદાન વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આપે છે, પરંતુ તે લોકોએ સૌને ડરાવી રાખ્યા છે.

*જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તે દિવસે અમારું પહેલું કામ ગુજરાતમાં વેપારીઓને ભયમુક્ત વાતાવરણ આપવાનું રહેશેઃ અરવિંદ કેજરીવાલ*

હું ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો, હોટેલ પર પહોંચ્યો અને હોટલ પર પહોંચતા જ ખબર પડી હતી કે ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ પાડવામાં આવી છે. 2 કલાક સુધી તપાસ કર્યા બાદ પોલીસ કપાળ પકડીને બેઠી હતી અને ત્યાં હાજર લોકોને વારંવાર પૂછતી હતી કે પૈસા ક્યાં છે? આ લોકોએ કહ્યું કે સાહેબ પૈસા નથી, પછી તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. આજે સવારે ગુજરાત પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે કોઈ રેડ પડી નથી. પરંતુ 3 પોલીસકર્મીઓ આવ્યા, ત્રણેય પોલીસોએ બધું તપાસ્યું, તેમનું આઈ કાર્ડ પણ બતાવ્યું, આઈ કાર્ડ બતાવીને તેઓએ પોતે કહ્યું કે અમે પોલીસ છીએ, તેમની પાસે કોઈ સર્ચ વોરંટ નથી, તેઓ રેડ પાડીને આવ્યા અને ગયા. જ્યારે અમે કહ્યું કે અમારા પર રેડ પડી છે, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે રેડ પડી નથી. તેમના માટે ખૂબ જ સારું છે, વગર કાગળ, વોરંટ વગર, કોઈના પણ ઘરમાં ઘૂસી જાઓ, કોઈની પણ ઓફિસમાં ઘૂસી જાઓ. તે આમ આદમી પાર્ટી હતી, નહીંતર આ લોકોએ કોઈ બીજા પાસે પૈસા માંગ્યા હોત અને કહ્યું હોત કે આટલા પૈસા આપો નહીંતર અમે તમને પકડીને લઈ જઈશું. મને સમજાતું નથી કે આ દેશમાં શું ચાલી રહ્યું છે? આ રીતે પોલીસ કે સરકાર કેવી રીતે ચાલશે? ભ્રષ્ટાચાર રોકવા માટે નહીં પરંતું ઉઘરાણી કરવા એજન્સી દ્વારા દરેકને ડરાવીને રાખ્યા છે. જ્યાં સુધી વેપારીના મનમાંથી ભય દૂર નહીં થાય, જ્યાં સુધી વેપારી મુક્તપણે વેપાર નહીં કરી શકે ત્યાં સુધી દેશ પ્રગતિ કરી શકશે નહીં. જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તે દિવસે અમારું પહેલું કામ ગુજરાતમાં વેપારીઓને ભયમુક્ત વાતાવરણ આપવાનું રહેશે.

*આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે વેપારીઓ સાથે બેસીશું અને GSTની રેઝિન વેપારી ઈચ્છે તે રીતે જ થશેઃ અરવિંદ કેજરીવાલ*

હું પોતે એક બિઝનેસ ફેમિલીમાંથી આવું છું. હું જાણું છું કે વેપારી કેટલું ટેન્શન લે છે. મોટાભાગના લોકો જીએસટીથી દુખી છે. હમણાં જ એક વ્યક્તિએ કહ્યું કે કંપ્લાયંસની સમસ્યા છે અને રેટની પણ સમસ્યા છે. આ લોકોએ જીએસટીને એટલું મુશ્કેલ બનાવી દીધું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટમાં પૈસા આપ્યા પછી પણ ક્યાંક ગડબડ થાય છે. આને સરળ બનાવવાની જરૂર છે. અમે ગુજરાતના સ્તરે પણ જીએસટીને સરળ બનાવીશું અને કેન્દ્ર સરકારના સ્તરે પણ અમારો અવાજ ઉઠાવીને તેને સરળ બનાવવાનો પ્રયાસ કરીશું. જો તમે હવે ગુજરાતમાં સરકાર બનાવશો તો દેશમાં આપણાં 3 મુખ્યમંત્રી થઇ જશે. જ્યારે 3 મુખ્યમંત્રી મળીને કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવશે, તો આપણી વાત જલ્દી સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે કે GST પર લેવાયેલા નિર્ણયો રાજ્ય સરકારને બંધનકર્તા નથી. આ ઓર્ડર એક વિશાળ તક બનાવે છે. અમે આનો કાળજીપૂર્વક અભ્યાસ કરીશું અને જો તક મળશે, તો આજે હું ગુજરાતના વ્યાપારીઓને ખાતરી આપવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી, અમે તમારી સાથે બેસીશું અને GSTની રેઝિન બરાબર એવી હશે જેવી તમે બનાવવા માંગો છો.

*વેપારીઓની પેમેન્ટની સમસ્યા દૂર કરવા જે કાયદો બનશે તે કાયદો અહીં પણ લાગુ કરીશું, પછી દિલ્હી અને પંજાબમાં લાગુ કરીશું એમ એક દિવસ આખા દેશમાં પણ લાગુ કરી દઇશું - અરવિંદ કેજરીવાલ*

વેપારીઓ માટે પેમેન્ટની સૌથી મોટી સમસ્યા છે કે તેઓ માલ વેચીએ છીએ પરંતુ પેમેન્ટ મળતું નથી. ચૂકવણી ન કરવાને કારણે અડધાથી વધારે લોકો દેવામાં ડૂબી જાય છે. હું પોતે પણ એક વેપારી પરિવારમાંથી આવું છું, તેથી હું સમજી શકું છું કે પેમેન્ટ નહીં ચૂકવવાને કારણે કેવા પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. આ માટે પણ તમારી સાથે બેસીશું અને કંઈક ઉકેલ લાવીશું. વેપારીઓની પેમેન્ટની સમસ્યા દૂર કરવા જે કાયદો બનશે તે કાયદો અહીં પણ લાગુ કરીશું, પછી દિલ્હી અને પંજાબમાં લાગુ કરીશું એમ એક દિવસ આખા દેશમાં પણ લાગુ કરી દઇશું.

*અમારી સરકાર બન્યા પછી 6 મહિનામાં વેપારીઓને તેમના VAT અને GST રિફંડ મળી જશેઃ અરવિંદ કેજરીવાલ*

અમે સાંભળ્યું છે કે VAT અને GSTના ઘણા જૂના રિફંડ પેન્ડિંગ પડ્યા છે. સરકાર આ બધું ઈરાદાપૂર્વક કરે છે કારણ કે જ્યારે તેમના ખર્ચાઓ પૂરા થતા નથી, ત્યારે તે બધા પૈસા રોકે છે. પરંતુ તેના કારણે વેપારીઓનો કેશ ફ્લો અટકી જાય છે અને કેશ ફ્લો એ વેપારીનો જીવ છે. તેથી અમે તમને વચન આપીએ છીએ કે અમારી સરકાર બન્યા પછી, તમને ફક્ત 6 મહિનામાં તમારું VAT અને GST રિફંડ મળી જશે. VAT સમાપ્ત થયાને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ આ માટે ઘણા કેસ ચાલી રહ્યા છે, તેથી અમે એક વેટ એમ્નેસ્ટી સ્કીમ લાવીશું અને સાથે બેસીને જે પણ લેણ દેણ હશે તે પૂરી કરૂશું જેથી તમને લોકોને VATની સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય.

*અમારી સરકાર બન્યા પછી લોકો પાસેથી પૈસા માંગવાની કોઈ હિંમત નહીં કરે, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું: અરવિંદ કેજરીવાલ*

અમારી સરકાર બન્યા પછી, અમે એક એવું કામ કરીશું જે ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે, તે છે ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું. અહીં ઘણા લોકોએ કહ્યું કે તેમને પોલીસકર્મીઓને પૈસા આપવા પડે છે, તેથી હું તમને બધાને વચન આપું છું કે અમારી સરકાર બન્યા પછી કોઈ તમારી પાસેથી પૈસા માંગવાની હિંમત નહીં કરે. દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે. જ્યારે અમે પહેલીવાર ચૂંટણી લડ્યા ત્યારે અમને 28 સીટો મળી હતી, પછી માત્ર 49 દિવસમાં અમે એવું શાનદાર કામ કર્યું કે બીજી વખત લોકોએ અમને 67 સીટો આપી. અમે તે સમય દરમિયાન ઘણી સારી બાબતો કરી પરંતુ અમે એક એવું કામ કર્યું કે અમે દિલ્હીમાં જાહેરાત કરી કે "જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો તમે ના પાડશો નહીં, પરંતુ તમારા ફોનથી ઓડિયો રેકોર્ડિંગ કરો અને અમને વોટ્સએપ કરો, તો તે ભ્રષ્ટ અધિકારીઓને હું જેલમાં નાંખીશ." તે 49 દિવસમાં અમે 32 લોકોને જેલમાં મોકલ્યા અને તેના કારણે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ન માત્ર ઓછો થયો પરંતુ સમાપ્ત થયો. તો માત્ર અમે જ આ કરી શકીએ છીએ કારણ કે અમારી નિયત સાફ છે.

*અમારી સરકાર બન્યા બાદ સમગ્ર ગુજરાતમાં રેડ રાજ બંધ કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

આખો દેશ અમારી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવા આવી રહ્યું છે કે કેજરીવાલે દારૂ કૌભાંડમાં પૈસા ખાધા છે, મનીષ સિસોદિયાજીએ 144 કરોડ ખાધા. જ્યારે તેમના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તેના ઘરેથી 10000 રૂપિયા પણ મળ્યા ન હતા. જો કોઈએ 144 કરોડ ખાધા હોય કેટલાક લાખ રૂપિયા જરૂર મળ્યા હોત પરંતુ તેમને કંઈ મળ્યું નથી. ઓફિસોમાં દરોડા પાડ્યા પણ કંઈ મળ્યું નહીં, અમદાવાદની ઓફિસમાં દરોડા પાડ્યા પણ કંઈ મળ્યું નહીં, મનીષજીના ઘરેથી કંઈ મળ્યું નહીં, સત્યેન્દ્રજીના ઘરેથી કંઈ મળ્યું નહીં. આ લોકો અમારા પર કાદવ ઉછાળે છે પણ જનતા આ બધું જોઈ રહી છે. તો સૌથી પહેલા અમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ કરીશું અને આ રેડ રાજની વ્યવસ્થા પણ બંધ કરીશું. દિલ્હીમાં અમારી સરકાર બન્યા પછી અમે તમામ દરોડા બંધ કરી દીધા. હું આવકવેરા વિભાગમાં હતો, અન્ય કોઈ બેઈમાન વ્યક્તિ નથી, પરંતુ મેં જોયું છે કે દરોડા દરમિયાન ઘણા અધિકારીઓ શું કરે છે. દરોડા દરમિયાન સરકારને જે મળે છે તેના કરતાં વધુ નાણાં ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સામાં નાખે છે. તેથી અમે આ બધી રેડ સિસ્ટમ બંધ કરીશું. જ્યારે દિલ્હીમાં રેડ કરવાાં આવતી હતી ત્યારે દિલ્હીનું બજેટ 30000 કરોડ હતું અને હવે અમે દરોડાની સિસ્ટમ બંધ કરી દીધી છે, તો આજે દિલ્હીનું બજેટ 75000 કરોડ છે. અમે જાણીએ છીએ કે વેપારીઓ નિષ્ઠાપૂર્વક ટેક્સ ભરવા માંગે તો તેમને એક તક આપવી જરૂરી છે અને અમે વેપારીઓને આ તક આપીશું.

*5 વર્ષમાં વ્યવસાયની વ્યવસ્થા એટલી સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવી પડશે કે 5 વર્ષ પછી દરેકનો વેપાર 2 ગણો થઈ જાયઃ અરવિંદ કેજરીવાલ*

આજે દિલ્હીમાં વેપારીઓ ખુશ છે. તે જોઈ રહ્યો છે કે અમે તેમના બાળકો માટે સારી શાળાઓ બનાવી છે, અમે તેમને સારું શિક્ષણ આપી રહ્યા છીએ, અમે સારી હોસ્પિટલો બનાવી છે અને મફત સારવાર આપીએ છે, તો સામાન્ય લોકો અને વેપારીઓ ખુશીથી ટેક્સ ભરે છે. અમે આખી પ્રક્રિયાને સરળ બનાવીશું. અત્યાર સુધી પ્રક્રિયા જટિલ બનાવવામાં આવી હતી કારણ કે થાકી હારીને લોકો લાંચ આપવા માટે મજબૂર થઇ જાય અને અમે જાણીએ છીએ કે લાંચના પૈસા ઉપર સુધી જાય છે. પરંતુ જ્યારે ઉપર બેઠેલી વ્યક્તિ કહે છે કે કોઈએ પૈસા લેવાના નથી, ત્યારે આ સિસ્ટમ આપોઆપ સરળ થવા લાગે છે, લોકો કામ કરવા લાગે છે, તે અમે આવું ભ્રષ્ટાચાર મુક્ત શાસન ગુજરાતમાં લાગુ કરવા માંગીએ છીએ. મારો ટાર્ગેટ છે કે 5 વર્ષમાં બિઝનેસની સિસ્ટમ એટલી સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ કે 5 વર્ષ પછી દરેકનો બિઝનેસ 2 ગણો થઈ જાય. અત્યારે તમામ વેપારીઓને દબાવીને રાખવામાં આવ્યા છે, પરંતુ જો વેપારીઓને મુક્તપણે વેપાર કરવાની તક આપવામાં આવે તો આપણે ઘણું આગળ વધી શકીએ છીએ, ચીનથી પણ આગળ વધી શકીએ છીએ.

*સરકારી યોજનાઓથી ગરીબી દૂર નહીં થાય, શિક્ષણથી ગરીબી દૂર થશેઃ અરવિંદ કેજરીવાલ*

હું એક વાત સાથે સંપૂર્ણપણે સંમત છું કે આપણા દેશના બાળકોને મફત શિક્ષણ મળવું જોઈએ. આજે અમેરિકા, બ્રિટન, જાપાન જેવા દેશો પોતાના દેશમાં બાળકોને મફત શિક્ષણ આપે છે. તેઓ શિક્ષણ મફતમાં નથી આપતા કારણ કે તેઓ સમૃદ્ધ દેશ છે, પરંતુ તેઓ સમૃદ્ધ છે કારણ કે તેઓ તેમના દેશના બાળકોને મફત શિક્ષણ આપે છે. જો આપણે સમૃદ્ધ દેશ બનવું હોય તો આપણા જ દેશના બાળકોને સારું અને મફત શિક્ષણ આપવું પડશે. અમે દિલ્હીમાં ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા કરી છે. દિલ્હીની તમામ સરકારી શાળાઓ શાનદાર કરી નાંખી. આજે આપણે સાંભળીએ છીએ કે પ્લમ્બરનો દીકરો, સુથારનો દીકરો, રિક્ષાચાલકનો દીકરો IITમાંથી એન્જિનિયર બન્યો છે. જે આજે પોતે મહિને ભાગ્યે જ ₹10,000 કમાય છે, જો તેનો દીકરો એન્જિનિયર બને છે, તો તેનો પ્રારંભિક પગાર ₹3,00,000 હશે. અને આ રીતે ગરીબી દૂર થશે. સરકારી યોજનાઓથી ગરીબી દૂર નહીં થાય, શિક્ષણથી ગરીબી દૂર થશે.

*દિલ્હીમાં અમે તમામ દવાઓ, ટેસ્ટ, ઓપરેશન બધા મફત કર્યા છે, હું તેને ફ્રી ની રેવડી નથી માનતો, રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષણ અને આરોગ્ય એવી વસ્તુ છે જે મફત આપવી જોઈએઃ અરવિંદ કેજરીવાલ*

આજે અમે દરેક માટે મફત સારવારની વ્યવસ્થા કરવા માંગીએ છીએ. વિશ્વમાં એવા ઘણા દેશો છે જેમ કે ઈંગ્લેન્ડ, લંડન કે જેની પોતાની નેશનલ હેલ્થ સર્વિસ છે. જો ત્યાં કોઈ બીમાર હોય, તો તેમની પાસે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા છે જેમાં તેમને મફતમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આપણે પણ તમામ લોકો માટે મફત સારવારની પણ વ્યવસ્થા કરવી જોઈએ. અને અમે દિલ્હીની બે કરોડ જનતા માટે તમામ સારવાર મફતમાં કરી બતાવી છે. તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. હું તેને ફ્રી ની રેવડી નથી માનતો, રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષણ અને આરોગ્ય એવી વસ્તુ છે જે મફતમાં આપવી જોઈએ.

*દિલ્હીની જનતાએ AAPને 70માંથી 67 સીટો આપી, પંજાબની જનતાએ 117માંથી 92 સીટો આપી, ગુજરાતની જનતાએ દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડવો પડશે : અરવિંદ કેજરીવાલ*

અત્યારે જે પ્રકારનું વાતાવરણ ચાલી રહ્યું છે, એ હું સમજી શકું છું કે વેપારીઓ સરકારથી ડરી ગયા છે. એટલા માટે હું એમ નહીં કહું કે ખુલીને સામે આવો. જો તમે ન આવી શકો તો ખુલ્લેઆમ બહાર ન આવો પણ એકવાર પરિવર્તન લાવી દો. 27 વર્ષ પછી ઘણું થઈ જાય છે, પછી સરકારમાં ઘમંડ આવી જાય છે, આપણી વાત કોઈ સાંભળતું નથી. માટે હવે ગુજરાત પરિવર્તન માંગે છે. અંદરખાને તમે કામ કરો, બધાને કહો કે આ વખતે ઝાડુને મત આપો. આ લોકો કહે છે કે અમદાવાદ ભાજપનો ગઢ છે. હવે તમારા લોકોની જવાબદારી છે કે અમદાવાદની 16 બેઠકોમાંથી એક પણ બેઠક ભાજપને ન જાય. દિલ્હીની જનતાએ 70માંથી 67 સીટો આપી. પંજાબની જનતાએ 117માંથી 92 સીટો આપી. 182 માંથી તમે કેટલી સીટ આપશો? તમારે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડવો પડશે.

આ ટાઉનહોલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સાથે 'આપ'ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, 'આપ' ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને 'આપ' ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

*આમ આદમી પાર્ટી ગુજરાત*