કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની અને હાલ ગાંધીધામ કચ્છ નિવાસી

એવરેસ્ટ શિપિંગ કોર્પોરેશનવાળા રાજુભાઈ કે પટેલ અને તૃપ્તિબેન પટેલની સુપુત્રી કુ. હિમાનીનો જન્મદિન તેમના મિત્ર મંડળ સાથે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો

અને ગાંધીધામ આદિપુર માં કન્યા અનાથ આશ્રમની બાળાઓ સાથે જન્મદિવસની કેક કાપી તેમજ તેમની સાથે સ્વરુચિ ભોજન લઈને રાસ ગરબા ની રમઝટ બોલાવી સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અંતે સૌ કન્યાઓને ચોકલેટ ટ્રોફી આપતા હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા

 અને કરુણા વિહાર કન્યા સદનની બાળાઓ સાથે સંવાદો કરતા સૌને આનંદ અને આત્મસંતોષની અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી.

આ પ્રસંગે સંસ્થાના ગૃહ પિતા કિરીટભાઈ શ્રીમાળી અને ગૃહ માતા રમીલાબેન વર્ધનનાજણાવ્યાઅનુસાર અત્યારે આ અનાથકન્યા આશ્રમ સંસ્થામાં સરેરાશ 55 ઉપરાંત કન્યાઓ આશરો લઈ રહી છે અને તેના નિભાવ માટે સખી દાતાઓ અને તિથિ યોજના દ્વારા આર્થિક તથા અન્ય જરૂરી સાધન સામગ્રીની સહાય અપેક્ષિત રહે છે. રિપોર્ટ ઈરફાન મલેક