સમગ્ર પંથકમાં પ્રતિ વર્ષે અત્યંત લોકપ્રિય શ્રી નાના રત્નાકર માતા તેમજ શ્રી મોટા રત્નાકર માતાએ ભાદરવા શુભ બારસથી ચૌદસ સુધી લોક મેળાનું તેમજ હોમ હવન નું આયોજન કરવામાં આવી રહ્યું છે
અનુસાર આ વર્ષે પણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે શ્રી મોટા રત્નાકર માતાએ આ વર્ષે શ્રી કપડવંજ દશા પોરવાડ જ્ઞાતિના વતની અને હાલ મુંબઈ સ્થિત મગનલાલ નરસીભાઇ શેઠ ના કુટુંબીજનો પ્રકાશભાઈ પરમાનંદભાઈ શાહ તેમજ તેમના ધર્મપત્ની કલ્પનાબેન પી શાહ તથા કુટુંબીજન શ્રી કપડવંજ દશા પોરવાડ મહિલા મંડળના ખજાનચી જ્યોતિબેન જે દેસાઈ દ્વારા મુખ્ય યજમાન પદે ઓમ હવનનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ હવનમાં મંદિરના પૂજારી જયંતીભાઈ શાંતિલાલ વ્યાસ સહિત કર્મકાંડી ભૂદેવો સર્વે શ્રી મૌલેશ જોશી ગોપાલભાઈ જોશી જયમીન જોશી તેમજ વિમલભાઈ જોશી વગેરેએ પૂજા વિધિ કરાવી હતી. વર્ષોથી આ ત્રણ દિવસોમાં રોજ રાત્રે દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસા સમાન ભવાઈ ભજવવામાં આવે છે જે અત્યંત લોકપ્રિય બની રહેશે અલબત્ત આ વારસો કલાકારોના આભાવે લુપ્ત થઈ જઈ રહ્યો છે રિપોર્ટ ઈરફાન મલેક