સમાજ સેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યકરો તથા Msw, Bsw ના વિદ્યાર્થીઓ માટે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે સતત સાત દિવસ કાર્યરત રહેલી તાલીમની પૂર્ણાહુતિ તા.12/09/2022ના રોજ સંસ્થાના નિયામક ફા. જોન કેનેડી તથા મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયનના હસ્તે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરીને કરવામાં આવી હતી. 'સમુદાય વિકાસ કાર્યકર તાલીમ' ના બેનર હેઠળ યોજાયેલ આ કાર્યશાળામાં સંગાથ (મોડાસા), HDRC (અમદાવાદ) પોચાભાઈ ફાઉન્ડેશન (ગોલાણા, ખંભાત) દ્રષ્ટિ ડૉન બોસ્કો (કપડવંજ) જેવી સંસ્થાઓના કાર્યકરો તથા Msw, Bsw ના વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 33 જેટલા શિબિરાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈને સોશ્યલ વર્કને અસરકારક બનાવતા મુદ્દાઓ પર સમજ કેળવી હતી. પ્રસ્તુત તાલીમમાં વિષય નિષ્ણાતો તરીકે વિજય પરમાર, ફા. મયંક પરમાર તથા રતિલાલ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.