મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

 

       મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કોમ્યુનિટી હોલ રાધનપુર મુકામે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. જે બાદ વિશ્વાસ થી વિકાસ યાત્રાને અનુરૂપ ફિલ્મનું ઉપસ્થિત લોકોએ નિર્દશન કર્યું હતું. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના વિવિધ વિકાસ કામોનું ઇ - લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ₹5.05 કરોડના 240 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં શેડના કામો, પેપર બ્લોકના કામો, પીવાના પાણીના કામો, દીવાલ / વરંડાના કામો, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ વિકાસના કામો રાધનપુર અને સાંતલપુરના વિકાસની ગતિને વધુ વેગ મળશે માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે સભાને સંબોધતા જણાવ્યું હતું કે દરેકના સાથ સહકાર થી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે. અમારી સરકાર દરેકની સંભાળ લેતી સરકાર છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સાનિધ્યમાં ગુજરાત ઉત્તમ થી સર્વોતમ બની રહ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કામ માટે સતત પ્રયત્નશીલ છે. આજે રામમંદિરનુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. જે ઉપરાંત 370ની કલમ પણ દૂર થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત બની રહ્યું છે. આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના કામોને વધુ વેગ આપી વિકાસને વેગવંતુ બનાવી રહી વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાધનપુર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી શીતલબેન ઠાકોર, રાધનપુર પુર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઇ ચૌધરી નગરપાલિકા વિરો પક્ષ ના નેતા પ્રકાશભાઈ દક્ષિણી ભરતભાઇ ચૌધરી ચેરમેન બાંધકામ સમિતિના લગધીરભાઇ ચૌધરી ભાજપ પ્રમુખ મંત્રી ભાવાજી ઠાકોર ડેલીકેટ જીતુજી ઠાકોર અજીતસિંહ દરબાર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે