કરીના કપૂરની જેમ કિયારા અડવાણી પણ બોલીવૂડની ખુબસૂરત અભિનેત્રીઓની હરોળમાં આવે છે.

 કિયારા અને કરીના બંને ગૂડ ન્‍યુઝ ફિલ્‍મમાં એક સાથે કામ પણ કરી ચુકી છે. કિયારા સતત કરીનાના વખાણ કરતી રહે છે. ૨૦૧૯માં તેણે કરીના સાથે ફિલ્‍મમાં કામ કર્યુ હતું.

 કરીના પાસેથી શું શીખી? એ અંગે કિયારાએ કહ્યું હતું કે તેની પાસેથી ઘણુંબધું શીખવા જેવું છે. કેમેરા કેવી રીતે ફેસ કરવો એ હું તેની પાસેથી શીખી હતી. 

શુટિંગ દરમ્‍યાન હું કોઈ સીક્‍વન્‍સમાં એટલી તો ઊંડી ઊતરી જતી હતી કે ઘણી વખત કેમેરાના એન્‍ગલ પર ધ્‍યાન નહોતું રહેતું અને મારું ફોકસ હું ગુમાવી દેતી હતી. જોકે તેની સાથે આવું નહોતું થતું. તેને બરાબર જાણ રહેતી કે કેમેરા કયાં છે, પછી ભલે કેમેરા તેની પાછળ હોય. 

ઇમોશનલ સીન કરવા વિશે કિયારાએ કહ્યું કે પ્રામાણિકપણે કામ કરો અને એમાં કોઈ દેખાડો ન કરો. મેં મારા પર્ફોર્મન્‍સમાં આ વસ્‍તુ નોટિસ કરી છે અને જે સમયે મેં એનો એહસાસ કર્યો તો એ સીન લોકોને પણ સ્‍પર્શી ગયો.