બોલીવૂડની જાણીતી ગાયીકા નીતિ મોહન વધુ એક વખત જજ તરીકે એક શોમાં જોવા મળવાની છે.
ટીવી પરદે ૨૦૦૩માં તેણે વી ચેનલના પોપસ્ટાર્સ શોમાં વિજેતા બની ગાયીકા તરીકેની સફર આગળ વધારી હતી.
નીતિ મોહન અગાઉ રાઇઝીંક સ્ટાર-૩માં નિર્ણાયક તરીકે કામ કરી ચુકી છે.
હવે શંકર મહાદેવન અને અનુ મલિક સાથે મળીને સારેગામાપા લિટલ ચેમ્પ્સને જજ કરશે. આ શોમાં સૌથી પહેલાં શંકર મહાદેવનને પસંદ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ અનુ મલિક અને હવે નીતિ મોહનને સાઇન કરવામાં આવ્યાં છે.
આ શોની હવે નવમી સીઝન આવી રહી છે.
આ વિશે નીતિ મોહને કહ્યું હતું કે, આપણા દેશના સુપર ટેલન્ટેડ લિટલ ચેમ્પિયન્સને મળવા માટે હું ખૂબ જ આતુર છું.
તેઓ ખૂબ જ નાની ઉંમરથી તેમની ટેલન્ટ દ્વારા લોકોને એન્ટરટેઇન કરે છે. મને બાળકો ખૂબ જ પસંદ છે.
હું દરેક બાળકની ટેલન્ટને બહાર લાવવા માટે તેમને પ્રોત્સાહિત કરીશ. શંકરજી અને અનુજી સાથે જજ પેનલમાં બીરાજવા હું ઉત્સાહિત છું.