અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપીઓની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં એક બે નહિ પરતુ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મત્સ્યેન્દ્રસિંધ ઉર્ફે ગબ્બર મીણાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ રાત્રીના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન અથડાવી આંતરીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા. પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓમાં એક આરોપી નેપાળનો, એક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક અમદાવાદનો છે. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી આ ગેંગ સાથે લૂંટ અને ધાડના ગુનાને રાત્રે અંજામ આપી દિવસે અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અમદાવાદના આનંદનગર, સરદારનગર, ચાંદખેડા, નરોડા, અને ગાંધીનગરના ઈન્ફોસિટી અને અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટ, સ્નેચિંગ, મારમારી, ચોરી જેવા ગુનાઓમાં સામેલ હોવાથી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. તેવામા આ ગુનામાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ ઉર્ફે દિપુ તોમર અને સચિન વોન્ટેડ હોવાથી તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે આ મામલે ઝોન 7 LCB એ આરોપીઓ પાસેથી છરો, એપલનુ લેપટોલ, બે મોબાઈલ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. તેવામાં આરોપીઓએ તેઓની સામે નોંધાયેલા 6 ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પુછપરછ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pankaj Tripathi बोले, 'मुझे लाइन में लगना अच्छा लगता है, मैं गुस्सा नहीं करता, बहुत संतुष्ट हूं' BBC
Pankaj Tripathi बोले, 'मुझे लाइन में लगना अच्छा लगता है, मैं गुस्सा नहीं करता, बहुत संतुष्ट हूं' BBC
'When BJP fears...': Congress, Thackeray's Sena slam BJP over Ram Navami clashes
The Congress and Uddhav Thackeray's Shiv Sena faction slammed the Bharatiya Janata Party Monday...
રાજ્યભરમાં રેશનીંગની દુકાન ધારકો પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.
રાજ્યભરમાં રેશનીંગની દુકાન ધારકો પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.
પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની 78 મી જન્મ જ્યંતી પર રાધનપુર શહેર| ATN NEWS GUJARAT
આજે પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની 78 મી જન્મ જ્યંતી પર રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા...