સિહોર તાલુકા હેલ્થ કચેરી ખાતે એસ.બી.સી.સી. કમિટીની બેઠક મળી લોકોનું વલણ બદલવાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસો જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.આઇ.ઇ.સી. ઓ તથા સહાયક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણીકુમાર, તાલુકા લાયઝન આર.સી.એચ.ઓ. ડો. કોકીલાબેન સોલંકીની સૂચનાથી સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી શિહોર ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ માહિતી પ્રસારણ અધિકારીશ્રી અમિતભાઈ રાજ્યગુરુ અને હિરેનભાઈ મિસ્ત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લોકોનું વલણ બદલવાં માટે નિરંતર પ્રયાસો અને આરોગ્ય શિક્ષણ માટે આપણે શું કરી શકીએ તેની સમજણ આપવામાં આવી હતી. જિલ્લાના દરેક ગામમાં લોક આગેવાનો, ધાર્મિક નેતાઓ અને દૂધ મંડળી, રાશન શોપ ડીલર વગેરેને સાથે લઈને આરોગ્યલક્ષી માહિતી અને તેને સરળ, સહજ અને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકાય તે માટે એલ.બી.સી.સી. ની કમિટીની વાત સમજાવવામાં આવી હતી. આભાર વિધિ તાલુકા હેલ્થ સુપર વાઇઝરશ્રી અનિલભાઈ પંડિતે કરી હતી. આ બેઠકમાં સિહોર અને તેની આસપાસના આરોગ્યકેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.