ધનસેરા ચેક પોસ્ટ ખાતે થિ ફોર વિલ ગાડી માં દારૂની હેરા ફેરી કરતો એક આરોપી ઝડપાયો એમ.એસ ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જિલ્લામાં દારૂ અને જુગારના દુષણને ડામવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જે દરમિયાન તેઓને મળેલી બાતમી ના આધારે ધનશેરા ચેકપોસ્ટ ખાતે નાકાબંદી કરી વોચ માં હતા તે દરમિયાન એક ફોરવીલ ગાડી નંબર GJ 05 CL 5858 નંબરની ગાડી આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી ઉભી રાખી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂ ના બીયરના ટીન મળી આવ્યા શાકબારા પોલીસે ગેરકાયદેસર વગર પાસ પરમીટે ના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના બીયરના ટીન નંગ 168 કિંમત રૂપિયા 16.800 તથા ફોરવીલ ગાડી મળીને કુલ 2.66.800 ના મુદ્દામાલ સાથે આરોપી સાજીદ સાબીર ફકીર નાઓને ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ મથકે ગુનો દાખલ કરીને અહીં આગળ લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે