ડીસા-થરાદ રોડ પર આજે બાઇક સવાર બે યુવકો અચાનક જમણી બાજુ વળી જતા સામેથી આવી રહેલી બસની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સોતમલા ગામના પરમાર પરિવારના આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના સોતમલા ગામમાં રહેતા વિકાસ વિરમભાઇ પરમાર અને તેમના પિતરાઈ ભાઈ ભરતભાઈ અમરતભાઈ પરમાર તેમનું બાઈક લઈને ડીસાથી થરાદ તરફ જઈ રહ્યા હતા અને તેઓ મોટા કાપરા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે અચાનક તેઓ જમણી બાજુ વળી જતાં સામેથી આવી રહેલી થરાદ-અમદાવાદ બસની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર યુવકોને બચાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હોવા છતાં પણ બસને ધડાકાભેર ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં બાઈકચાલક વિકાસ પરમારનું ઘટનાસ્થળે મોત થયું હતું.
આ બનાવને પગલે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા, જ્યારે અકસ્માતની જાણ થતાં જેલડી પોલીસ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી હતી. જ્યારે બાઈકસવાર ઇજાગ્રસ્ત અન્ય યુવકને ખાનગી વાહન મારફતે સારવાર માટે ખસેડાયો છે. પરમાર સમાજના આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.