આજકાલ કાર એ લોકોની જરૂરિયાત બની ગઈ છે અને તેમાંય આધુનિક ફીચર સાથે વધુ માઇલેજ આપતી કારને ન્યૂ જનરેશન પહેલી પસંદ બનાવે છે ત્યારે હવે ટોયોટાએ પોતાની આવીજ પહેલી મિડ-સાઈઝ SUV ‘ધ અર્બન ક્રૂઝર હાઈ રાઇડર’ લોન્ચ કરી છે. આ કારની પ્રારંભિક કિંમત 15.11 લાખ રુપિયા છે.
આપને જણાવી દઈએ કે કંપનીએ તેની ટોપ-4 વેરિઅન્ટની કિંમત બહાર પાડી છે. બાકીના વેરિઅન્ટની કિંમત પણ ટૂંક સમયમાં જ જાહેર કરશે. તેમાં 18.99 લાખ રુપિયા (એક્સ શો-રુમ, દિલ્હી)નું વેરિઅન્ટ સૌથી મોંઘુ છે. કંપની આઈડિયલ કંડિશનમાં 27.97 કિમી માઈલેજ આપતી હોવાનો દાવો કર્યો છે.
આ કાર લેવા માટે 25,000 રુપિયા ટોકન અમાઉન્ટ આપીને બુકિંગ કરી શકાય છે.
કંપનીએ જુલાઈમાં જ કાર લોન્ચિંગની ઈન્ફોર્મેશન શેર કરી દિધી છે. 25,000 રુપિયાની ટોકન અમાઉન્ટ આપીને નવી SUVની બુકિંગ કરાવી શકો છો. આ અઠવાડિયે લોન્ચ થનારી મારુતિની મિડ-સાઈઝ SUV ‘ગ્રેન્ડ વિટારા’ને ટોયોટાની આ SUVનું કોમ્પિટિશન માનવામાં આવે છે.
‘ધ સ્ટ્રોંગ-હાઈબ્રિડ’ અને ‘ધ ટોપ-સ્પેક માઈલ્ડ-હાઈબ્રિડ એટી’ના ચાર વેરિઅન્ટની કિંમતો જાહેર કરવામાં આવી હતી. આ ચારેય તેના ટોપ વેરિઅન્ટ છે. આ બધી જ કારોમાં સ્ટ્રોંગ હાઈબ્રિડ એન્જિન મળશે. બીજી તરફ ટોપ-સ્પેક V વેરિઅન્ટમાં AWD ઓફર કરવામાં આવ્યું છે. E, S, G અને V કારના ચાર ટ્રિમ લેવલ છે. કારમાં માઈલ્ડ હાઈબ્રિડ ટેક અને સ્ટ્રોંગ હાઈબ્રિડના 2 એન્જિન મળશે. માઇલ્ડ હાઇબ્રિડ વેરિઅન્ટ્સની કિંમતો ટૂંક સમયમાં જ જાહેર કરશે.
હાઈ રાઇડરની આગળની બાજુએ પાતળી ડબલ-લેયર ડેટાઇમ રનિંગ લાઇટ્સ લાગેલી હોય છે. જે ક્રિસ્ટલ એક્રેલિક કલર ગ્રિલ્સ સાથે જોડાયેલ છે. કારના દરવાજા પર એક હાઇબ્રિડ બેજ અને પરંપરાગત SUV પ્રોફાઇલ છે. પાછળની બાજુએ C આકારની ટેલ લાઇટ્સ છે, જે ડબલ C આકારના LED એલિમેન્ટ સાથે કનેક્ટ થશે. આ કાર 7 સિંગલ ટોન અને 4 ડબલ ટોન કલરમાં હાજર છે.
તેમાં મારુતિ અને ટોયોટાની બલેનો, ગ્લાન્ઝા, ન્યૂ બ્રેઝા, XL6 અને અર્ટિગા કાર જેવું જ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે. તેને બ્લેક એન્ડ બ્રાઉન થીમ પર મૂકવામાં આવ્યું હતું. હળવા-હાઇબ્રિડ મોડેલમાં ઓલ-બ્લેક ઇન્ટિરિયર થીમ પણ મળશે. મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેન કારમાં જ બ્લેક-બ્રાઉન મિક્સ કરવામાં આવ્યું છે.
કારમાં 1.5 લીટરનું K15C એન્જિન અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. આ ઉપરાંત એક પેનોરેમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા પણ છે. ટોયોટા 3 વર્ષમાં એક લાખ કિલોમીટર અને 5 વર્ષમાં 2.20 લાખ કિલોમીટરની વોરંટી આપી રહી છે. એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ કનેક્ટિવિટી ઉપલબ્ધ હશે, જેમાં સ્પોર્ટી 17 ઇંચની એલોય વ્હીલ્સ, જાડી બ્લેક બોડી, 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. વાયરલેસ ચાર્જિંગ પેડ્સ અને સલામતી માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવ્યા છે.