શેઢા પાડોશી શખ્સ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી રાજુલા તાલુકાના ઝાંઝરડામા રહેતા એક વૃધ્ધ અને તેના પત્નીને ખેતરમા ઝેરી દવાની ઝણ ઉડવા મુદ્દે અહી જ રહેતા શખ્સ મારમારી ગાળો આપી ધમકી આપતા આ બારામા તેની સામે રાજુલા પોલીસમથકમા ફરિયાદ નોંધાઇ છે.દંપતિને મારમાર્યાની આ ઘટના રાજુલાના ઝાંઝરડામા બની હતી.અહી રહેતા ભુપતભાઇ રણછોડભાઇ જીંજાળા ઉ.વ.૬૫ નામના વૃધ્ધ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ. કે થોડા દિવસ પહેલા તેના ખેતરમા ઘાસ બાળવાની દવાનો છંટકાવ કરેલ જેથી ઝેરી દવાની ઝણ ઉડવાથી બાજુના ખેતરમા કપાસની બે ઓળ બળી ગઇ હોય તે મુદ્દે રાજા પાતાભાઇ વાઘ નામના શખ્સ તેની સાથે બોલાચાલી કરી હતી. આ શખ્સ ઉશ્કેરાઇ જઇ વૃધ્ધને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી.તેમજ વૃધ્ધના પત્નીને પણ મારમાર્યો હતો.આ ઉપરાંત ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે એ.એસ.આઇ એન.બી.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.