પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામે રહેતા મંગાભાઈ શનાભાઇની ૧૯ વર્ષની પુત્રી પ્રીતિબેન ૨૦ ઓગસ્ટના રોજ પાવીજેતપુર જવ છું તેમ કહી નીકળી હોય જે આજદિન સુધી ઘરે ન આવતા પ્રીતિબેન ની માતાએ પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ ૭ સપ્ટેમ્બર ના રોજ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે શોધખોળ આરંભી છે. તેઓએ પીળા કલરનો ડ્રેસ પહેરેલો હતો.