દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લમ્પી વાયરસના કેસો જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ જોવા મળી છે. સંજેલી તાલુકા વિસ્તારમાં ગાય , બળદ , ભેસ , પાડામાં લમ્પી વાઇરસનો પગપેસારો જોવા મળ્યો છે . દરરોજના 30 થી વધુ કેસો આવી રહ્યા હોવાથી પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે . દરરોજના કેસોમાં વધારો થતાં પશુ ચિકિત્સકે ચાર ફીલ્ડ ટીમો બનાવી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ વાઇરસને લઇને ધીમે ધીમે સંજેલી તાલુકામાં પગ પેસારો થતા જ દરરોજના લમ્પી વાઇરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે . ધીરે ધીરે પશુ પાલકોના ગાય , બળદ બાદ ભેંસ , પાડામાં પણ લમ્પી વાઇરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે . સંજેલી તાલુકા માં લમ્પી વાઇરસ નો પગ પેસારો થતા ફિલ્ડ વર્ક માટે ચાર ટીમો બનાવી દેવામાં આવી છે અને 2000 ડોઝ માંથી 1600 જેટલા ડોઝ મૂકી દેવામાં આવ્યા છે . 400 જેટલા ડોઝની કામગીરીની સાથે દવાની પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે.પીછોડા ખાતે ફાળવેલ ફરતું દવાખાનું ઉપર થી ઓર્ડર થતાં સંજેલી સહિત જિલ્લાની ત્રણ 1962 ગીર સોમનાથ ખાતે મોકલી દેવાઇ છે. :-ડો . એન.જી.શેખ , પશુ ચિકિત્સક સંજેલી
(સમાચારમાં મુકેલ વિડિઓ પ્રતીકાત્મક છે)