એવું કહેવાય છે કે ગાયોમાં લમ્પી વાયરસ ફેલાયો છે જેનાથી અસંખ્ય ગાયો મૃત્યુ પામી છે, જેના લીધે ગાય ને માતા માનતા લોકો અને ગૌ વંશ પ્રેમી તેમજ જીવદયા ની ચિંતા કરતા લોકોમાં ચિંતા અને નારાજગી વ્યાપી ગઈ છે,
કાળજુ કંપાવી દેતી આ ઘટના ના આ દ્રશ્યો વિચલિત કરી દે તેવા ભુજ ના નાગોર રોડ પાસેના ડમ્પીંગ સાઈડ ના છે,
ગૌ રક્ષા કરનારાઓ એક ગાય માટે આખુ તંત્ર માથે લઇ લેતા હોય છે તેવામાં અહીંયા તંત્ર ની બિનજવાબદારી થી અસંખ્ય ગાય ધન મૃત્યુ પામી છે એટલે શાંત છે,
માની લઈએ લમ્પી વાયરસ ફેલાયો તો એક કે બે અથવા પાંચ ગાયો મરી જાય, અસંખ્ય ગાય મરવા સુધીની નોબત આવી કઇ રીતે ? શું અસંખ્ય મરી ગયેલ ગાયોને બચાવી શકાઈ ના હોત? હમણાંજ જાણવા મળ્યા મુજબ સાબરકાંઠા ના હિંમતનગરમાં તંત્રને એક લમ્પી વાયરસ વાળી ગાય જોવા મળી પશુપાલન વિભાગ તુરંત હરકતમાં આવી ગયું અને ટોળાં માંથી તે ગાય ને અલગ કરી સારવાર શરૂ કરી દેવાઈ અને વાયરસ ફેલાવતા અટકાવ્યો, તો શું ભુજમાં ગાયોમાં ફેલાયેલા આ વાયરસથી ગાયોના જીવ બચાવી ના શકાયા હોત ?
રિપોર્ટર : વારિસ સૈયદ
હિંમતનગર.