અંડર 14 અને 17ના ભાઈઓ બહેનો સ્ટેટલેવલ સ્પર્ધા મા ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર નુ પ્રતિનિધિત્વ કરશે 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમરેલી જિલ્લા અને જવાહર નવોદય વિદ્યાલયનુ ગૌરવ બન્યા હેન્ડબોલ ના ખેલાડીઓ, શુભકામના નો થયો વરસાદ....

કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય મોટાભાગ ના જિલ્લા ઓમા કાર્યરત છે. તેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમદા તકોનુ નિર્માણ કરવામાં આવે છે. ત્યારે હાલ નવોદય વિદ્યાલય ની રમત ગમત ની સ્પર્ધાઓ ચાલુ છે. તેમાંથી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની હેન્ડબોલની સ્પર્ધા પોરબંદર ખાતે યોજાઈ હતી. તેમાં અંડર 14 અને અંડર 17 ભાઈઓ બહેનો ની સ્પર્ધા યોજાઈ હતી. તેમા અમરેલી ની બંને ટીમો વિજેતા થઈ હતી. જેમા દેવાંશી જોટવા,તસ્મી બાવીશી,મુન્દ્રા વામજા,શ્રેયા નાગર,અદિતી ગરાસિયા,હેમાંગી ગરાસિયા,જાનકી સાવજ,નિધિ સુમરા,વંશિતા ચૌહાણ,ફેલ્કી આદ્રોજા,મહેક કાપડિયા અને ફેની સોરઠીયા નુ સિલેક્શન સૌરાષ્ટ્ર ઝોનની ટીમમાં થતા હવે તેઓ પોરબંદર ખાતે હેન્ડબોલ કોચ ના માર્ગદર્શન અને પ્રેકટીશ કેમ્પ પૂર્ણ થયા બાદ સ્ટેટ લેવલ ની સ્પર્ધા ગાંધીનગર ખાતે યોજાશે જેમા સૌરાષ્ટ્ર ઝોન નવોદય વિદ્યાલયો ની ટીમ વતી આ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કરશે. હાલ અમરેલી જવાહર નવોદય વિદ્યાલય નુ ગૌરવ બનતા આ વિદ્યાર્થીનીઓ ને આચાર્ય વિજય ઘોષ, નવોદય સ્ટાફ, પીટીસી કમિટી સાથે ચોમેર થી શુભકામના મળી રહી છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી