તા/૧૧/૯/૨૦૨૨ના રોજ સવારના નવ કલાકથી જાફરાબાદ ખાતે આવેલ શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી માં કેન્દ્ર દ્વારા જી. કે‌ આઈ. ક્યુ. ટેસ્ટ ૨૦૨૨ વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત ૪૪, મી પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ આ પરીક્ષા માં ૨૩૦, વિધાર્થીઓ પરીક્ષાથી હાજર રહ્યા હતા આ પરીક્ષા નું આયોજન વિવિધ કેન્દ્રો ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં શેઠ. ત્રિ.મા. લાઈબ્રેરી સંચાલન નીચે વિવિધ કેન્દ્રો માં જેવા કે કડીયાળી પ્રાથમિક શાળા, લુણસાપુર પ્રાથમિક શાળા, મોડૅલે સ્કૂલ, અને પારેખ મહેતા હાઈસ્કૂલ માં રાખવામાં આવેલ આ પરીક્ષા નું આયોજન લાઈબ્રેરી ના ઉત્સાહી ગ્રંથપાલ શ્રી અલારખભાઈ ના નેતૃત્વ માં કરવામાં આવેલ આ પરીક્ષાનાં સંચાલન દરમિયાન આ લાઈબ્રેરી ના સ્થાનિક વ્યવસ્થાપન કમીટીના મેમ્બર શ્રી એચ. એમ. ઘોરી. તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ આર. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આ લાઈબ્રેરી ના એટેન્ડેન્ટ શ્રી તૌકીર ભાઈ એ સુંદર સેવા આપી હતી તથા લુણસાપુર પ્રાથમિક શાળા ના પ્રવાસી શિક્ષક શ્રી સાખટ ભાવેશ ભાઈ એ સુંદર વ્યવસ્થા રાખી હતી પરીક્ષા દરમિયાન શ્રી એચ. એમ. ઘોરી તેમજ કિશોરભાઈ આર. સોલંકી એ લુલસાપુર કેન્દ્ર ની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો શાળાના ભુતપૂર્વ નિયામક શ્રી ઠાકોર દાસ રામાનંદી સાહેબે ગ્રંથપાલ શ્રી અલારખાભાઈ ને તેમજ પરીક્ષા સંચાલન માં સહયોગ આપનાર એચ.એમ.ઘોરી ને તથા કિશોરભાઈ આર. સોલંકી ને અભિનંદન પાઠવ્યા હતા.