મિનિટો સુધી વરસેલા વરસાદે વિરામ લીધો તો કલાકો સુધી મેઘમહેર કરી હોય તેવા દ્રસ્યો સામે આવવા લાગ્યા... વાદળોની બ્રેક ફેઈલ થતા ઠેર-ઠેર પાણી ભરાવવાના શરૂ થયા... અને વાહનચાલકોની પરેશાની પણ કેમેરામાં કેદ થઈ...

હવે વાત રાજ્યના 12 જિલ્લામાં પડેલા વરસાદની કરીએ તો... WIN IN…ગાંધીનગરના શહેરી વિસ્તારમાં વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વાવોલ, કુડાસણ, કોલવડા, સરગાસણમાં વરસાદ, આણંદમાં વરસાદ થતા ધરતીપુત્રોએ પણ રાહતનો શ્વાસ લીધો છે,,,આણંદના પેટલાદમાં વરસાદી માહોલ જામ્યો છે....લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ જમાવટ કરી.....પેટલાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો....વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે....તો કચ્છમાં પણ નીચાણવાળા વિસ્તારો આજે પાણી પાણી થયા છે, તો બીજી તરફ નલીયામાં પણ બીજા દિવસે મેઘરાજાની અવિરત સવારી પહોંચી.. 

પરંતુ હવે વાત પૂર સામે લાચાર બનેલા પાકિસ્તાનની કરીએ તો,

પાડોશી પાકિસ્તાન માથે અત્યારે જે સંકટ પેદા થયું છે તેણે પાકિસ્તાનની કોરોડો જિંદગીના અસ્તિત્વ પર પ્રશનાર્થ સર્જી દીધો છે... કેમ કે, કુદરતનો પ્રહાર પાકિસ્તાનને બંજર બનાવવાની જીદે ચડ્યુ હોય તેવું લાગી રહ્યું છે...

શું મકાન... શું બિલ્ડિંગ... શું રસ્તા...

શું ખેતર... શું ગામ... શું શહેર...

જ્યાં જુઓ ત્યાં... બસ પાણીનું જ સામ્રાજ્ય...

તણાય મહેનત... તણાય જિંદગી...

તણાયા સપના... તણાય ઉમ્મીદ...

હવે એક જ આશ... મદદ કરો મહેમાન...

કુદરતના આ પ્રહાર સામે લાચાર બેબસ બનેલા પાકિસ્તાનની અત્યાર સુધીની નુકસાનીની જો વાત કરીએ તો,

મીડિયા રિપોર્ટસના દાવા મુજબ પાકિસ્તાનમાં આ વર્ષે આવેલી તબાહીએ છેલ્લા 30 વર્ષની સૌથી મોટી તબાહી છે... છેલ્લા કેટલાંક સપ્તાહથી અવિરત પડી રહેલા વરસાદે પાકિસ્તાનને ડુબાડી દીધું છે... દેશનો એક તૃત્યાંશ ભાગ પૂરની ઝપેટમાં છે... અને સાડા ત્રણ કરોડથી વધુ વિસ્થાપિત થઈ ચૂક્યા છે... આફત વચ્ચે વધુ એક ખતરો પાકિસ્તાનની આવામ માથે મંડરાઈ રહ્યો છે... કેમ કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદને કારણે દેશનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અત્યારે તેના રેડ એલર્ડ પર છે... મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ જો આ ડેમ છલકાશે તો હજારો લોકો પ્રભાવિત થઈ શકે છે... લોકોને પોતાના આશિયાના ગુમાવવાનો વારો આવી શકે છે... નવી સેટેલાઇટ તસવીરોમાં તળાવનો રફ લુક જોઈ શકાય છે... અમેરિકન સ્પેસ એજન્સી નાસાના લેન્ડસેટ 8 અને લેન્ડસેટ 9 ઉપગ્રહોએ આ તસવીરો લીધી છે... તસ્વીરોમાં જોઈ શકાય છે કે માંછર તળાવ તેના કાંઠા તોડીને વહી રહ્યું છે.... નાસાએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, જો આ તળાવ ફાટ્યુ તો, ઘાટીમાં ફેલાયેલા સેંકડો ગામોમાં રહેતા અંદાજે એખ લાખ લોકો પૂરનો શિકાર બની શકે છે... જો કે, હકીકત એ પણ છે કે, અત્યારે પૂરને કારણે પાકિસ્તાનમાં જ્યાં જુઓ ત્યાં બરબાદીનું મંજર જોવા મળી રહ્યું છે...

પાકિસ્તાનમાંથી સામે આવતા દ્રશ્યો દુનિયાની ચિંતા વધારી રહ્યાં છે... ગામ અને શહેરો જળમગ્ન થતા રસ્તાની બાજુમાં તંબુ તાણીને રહેવા લોકો મજબૂર બન્યા છે... પાકિસ્તાનના મંત્રીઓથી લઈને ખુદ વડાપ્રધાન ટાપુ બનેલા પાકિસ્તાનનો ચિતાર જાણવા હવાઈ નિરિક્ષણ કરી રહ્યાં છે... આર્મી ચીફ પણ પૂર ગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે... સેવાભાવી સંસ્થાઓ પણ મદદની ગુહાર લગાવી રહી છે... UNના જનરલ સેક્રેટરી પણ પૂરથી પિડીત પાકિસ્તાનના હાલ જાણવા પહોંચ્યા હતા... વિનાશકારી પૂરના કારણે પાકિસ્તાનનો એખ તૃત્યાંશ ભાગ ડૂબી ગયો છે.. લાખો લોકો બેઘર બન્યા છે... ત્યારે એ બાળકોનો જીવ પણ જોખમમાં મૂકાયો છે જેમણે આ સંકટમાં જન્મ લીધો.... વરસાદ, પૂરના કારણે ઘરવિહોણા થવાના દર્દ વચ્ચે કેટલીક માતાઓ તેમના નવજાત બાળકો માટે ચિંતિત છે... તો જે પરિવારની મહિલાઓ ગર્ભવતી છે તે પરિવારના લોકો પણ ચિંતિત છે... વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે, WHOનું કહેવું છે કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા પડી ભાંગી છે.... પૂરની વચ્ચે નવજાત બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં છે.. તો સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યને લઈને પણ ટેન્શન વધી રહ્યું છે... મીડિયા રિપોર્ટ્સ મુજબ, WHOનું કહેવું છે કે, વિનાશક પૂરથી લગભગ 10% આરોગ્ય સંસ્થાઓ નાશ પામી છે.... પરંતુ સૌથી મોટી ચિંતા એ વાતની છે કે, 12 લાખ ગર્ભવતી મહિલાઓને અત્યારે અસ્થાયી કેમ્પમાં રહેવાનો વારો આવ્યો છે...

કુદરતના આ પ્રહારે પહેલેથી જ લાચાર અને બર્બદ પાકિસ્તાનને વર્ષો સુધી પાછળ ધકેલી દીધુ છે... પાકિસ્તાનના મંત્રીના દાવા મુજબ પૂરના કારણે 80થી 90 ટકા પાકને થયેલા નુક્સાને પાકિસ્તાનની આર્થિક કમર તોડી નાખી છે... વોટર બોમ્બના કારણે આતંકના નશામાં છાતી તાણીને દુનિયા સામે ડંફાસો મારતું પાકિસ્તાન અત્યારે એક એક દાણાનું મોહતાજ બની ગયું છે...